
જામનગર (Jamnagar) જિલ્લામાં ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડ( GWSSB) દ્રારા પુરતુ પાણી( Water) આપવામાં આવે છે. પરંતુ નગરપાલિકા, મહામહાનગર પાલિકા, અને ગ્રામપંચાયત પાણી પુરવઠા બોર્ડને ભરવાના થતા નાણાં નિયમિત ભરતા નથી. વર્ષોથી કરોડોની રકમ પાણી પુરવઠા વિભાગની બાકી છે. જેને વારંવાર નોટીસો આપવા છતા મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાણી પુરવઠા બોર્ડને રકમ ચુકવતી નથી. જામનગર શહેરમાં વર્ષોથી એકાંતરે પાણી વિતરણ કરવામાં આવે છે.જામનગર મહાનગર પાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા પુરતી ના હોવાથી શહેરમાં એકાંતરે પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ પાણીનો વેરો 365 દિવસનો વસુલ કરવામાં આવે છે. જો કોઈ વેરો ન ભરે તો તેમનુ નળનુ કનેકશન કાપી નાખવા આવે છે. પરંતુ મહાનગર પાલિકા પોતે પાણી માટેના ભરવાના થતા 223 કરોડ રૂપિયા જેવી રકમ ભરી નથી.
પાણી બાબતે મહાનગર પાલિકાનુ તંત્રનું બેવડું વલણ જોવા મળી રહ્યો છે. જેમાં લોકો પાણી વેરો ન ભરે તો નળ કનેકશન કાપી નાખે છે, તો મહાનગર પાલિકા કરોડો રૂપિયાની ચુકવણી કરી શકતા નથી. મહાનગર પાલિકા દ્રારા પ્રજા પાસેથી વેરો નિયમિત લેવામાં આવે છે. પરંતુ મહાનગરપાલિકા ખુદ પાણી પુરવઠા બોર્ડના પૈસા અનિયમિત ભરે છે. જેના કારણે કરોડો રૂપિયાનુ દેવુ વધ્યુ છે.
મહાનગર પાલિકા જે પાણી નર્મદાથી મેળવે જે માટે 1000 લીટરે રૂપિયા 6 ચુકવાના હોય છે. છેલ્લે મહાનગર પાલિકા રૂ.15 કરોડ જેવી રકમનુ ચુકવણુ કર્યુ હતુ. નર્મદાના પાણીના ચુકવવાના થતા રૂપિયા મહાનગર પાલિકા પાસેથી વસુલવા માટે વારંવાર નોટીશ આપવામાં આવે છે. જામનગર શહેરના પાણીની બાકી રકમ પર નજર કરીએ તો કુલ 223.20 કરોડ રૂપિયા ભરવાના બાકી છે.
શહેરમાં ઉનાળા દરમિયાન પણ પાણી વિતરણ વ્યવસ્થા ના ખોરવાય તેનુ આયોજન કરવામાં આવ્યુ છે. ગરમીના દિવસોમાં પણ લોકોને નિયમિત એકાત્રે પાણી મળી રહેશે. દૈનિક 140 એમએલડી પાણીનો જથ્થો વિતરણ થઈ શકે તેવી વ્યવસ્થા અને આયોજન છે. જે વરસાદ ખેચાય તો પણ પાણી વિતરણને મુશકેલી નહી થાય. પાણી પુરવઠાને છેલ્લે 15 કરોડ રૂપિયાનુ ચુકવણુ કર્યુ હોવાનુ મેયરે જણાવ્યુ. પરંતુ હજુ પણ કરોડોના બીલ બાકી છે.
આ તો વાત થઈ માત્ર મહાનગર પાલિકાની., તો અન્ય નગર પાલિકા અને ગ્રામ પંચાયતોની પણ સ્થિતી આવી છે. નગર પાલિકાને 1000 લીટરના 4 રૂપિયા અને ગ્રામ્ય વિસ્તારમાં 1000 લીટરના રૂપિયા 2 લેખે ચુકવવાના હોય છે. આ માટે પાણી પુરવઠા બોર્ડ દ્રારા વારંવાર નોટીશ આપવામાં આવે છે.
ગ્રામ્ય પંથકમાં તો માત્ર 2 રૂપિયા લેખે 1 હજાર લીટર પાણી આપવામાં આવે છે. પરંતુ નજીવો ખર્ચ ચુકવવામાં ગ્રામ પંચાયતો ઉદાસીનતા સેવે છે. અને કુલ મળીને જામનગર જીલ્લાના કુલ 417 ગામ પૈકી 213 જેટલા ગામને પાણી આપવામાં આવે છે.જેના કુલ 26.56 કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે.દરેકને પૂરતું પાણી મળે તે માટેના સરકાર દ્રારા પ્રયાસો થાય છે.અને સ્વરાજની સંસ્થાને નજીવા ખર્ચે પાણી આપવામાં આવે છે. સ્વરાજની સંસ્થા દ્રારા પુરતુ પાણી લેવામાં આવે છે. જેને વેરો પ્રજા પાસેથી વસુલવામાં આવે છે. પરંતુ પાણી પુરવઠા બોર્ડને રકમ નિયમિત ચુકવવામાં આવતી નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…