Jamnagar Video : 24 કલાકમાં ચોરનું હૃદય પરિવર્તન ! પહેલા ચોરી કરી, પછી પસ્તાવો થયો.. ચોરી કરેલી વસ્તુ મુકી ગયા પરત
જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં એક બાઇક ચોરી થઇ ગઈ હતી. CCTV ફૂટેજમાં બે શખ્સો બાઇક ચોરતા દેખાયા. આશ્ચર્યજનક રીતે, બીજા દિવસે તે જ શખ્સો બાઇક પરત મૂકી ગયા.

વાત છે જામનગરની જ્યાં એક બાઈકને તસ્કરો ચોરી ગયા પણ જાણે કે, તેમને તેમના કૃત્ય બદલ પસ્તાવો થયો હોય. એમ આ જ તસ્કરો બીજા દિવસે આવીને ચોરેલી બાઈક પરત મુકી ગયા.
ઘટના લીમડા લાઈનની છે. જ્યાં એક મકાન પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી થઈ. આખો દિવસ તો બાઈક તસ્કરો પાસે રહી. પરંતુ બીજા દિવસે રાત્રે આવીને તસ્કરો બાઈક પરત મુકી ગયા..
બંને દિવસની ઘટના CCTVમાં પણ કેદ થઈ. આશરે 8 વાગ્યા આસપાસ બાઈક પર સવાર બે લોકો આવ્યા. જે બાદ બાઈક લઈને તેઓ પલાયન થઈ ગયા અને બીજા જ દિવસે આરોપીઓ ફરી આવ્યા.
આ વખતે એક બાઈક પર બે જણ અને ચોરેલા બાઈક પર અન્ય એક, એમ ત્રણ લોકો હતા. તેમણે ચોરેલી બાઈક, જ્યાંથી લીધી હતી ત્યાં જ મુકી દીધી અને એક બાઈક પર ત્રણેય શખ્સો બેસીને ફરાર થઈ ગયા.
ભારતમાં બાઇક ચોરી કરવા એ ગુનાહિત કૃત્ય છે અને તે ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ દંડનીય છે. સામાન્ય રીતે, બાઇક ચોરીને ચોરી (Theft) માનવામાં આવે છે અને નીચેના કલમો હેઠળ સજા થાય છે..
-
BNS કલમ 302: ચોરી (Theft)
- જો કોઈ વ્યક્તિ બીજાની મિલકત તેની સંમતિ વિના કબજે કરે છે અને તે મિલકતને હટાવવાનો ઇરાદો ધરાવે છે, તો તે ચોરી ગણાય છે.
- સજા: ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને.
BNS કલમ 303: ચોરી માટેની સજા
- સજા: BNS કલમ 302 હેઠળ ચોરી માટેની સજા ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને છે.
BNS કલમ 311: ચોરાયેલ માલ રાખવા માટેની સજા
- સજા: જો કોઈ વ્યક્તિ જાણતા હોવા છતાં ચોરાયેલ માલ ધરાવે છે, તો તેને ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે.
BNS કલમ 320: લૂંટ (Robbery)
- સજા: જો ચોરી દરમિયાન બળજબરી અથવા હિંસા કરવામાં આવે, તો તે લૂંટ ગણાય છે, અને તેની સજા 10 વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે છે.