જામનગરના લોઢીયા ગામનો મારવાડી ઘોડો ઈન્ટરનેશનલ હોર્સ ફેરમાં પ્રથમ રનરઅપ બન્યો

પુણેનો કામીઝ નામનો ઘોડો પ્રથમ નંબરે આવ્યો હતો અને લોઢીયાના કેસરીયાએ પ્રથમ રનર-અપ બનીને બીજો સ્થાન મેળવ્યું હતું..આ અગાઉ પણ કેસરિયા અનેક સ્પર્ધાઓ જીતી ચૂક્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 10:28 PM

JAMNAGAR : જામનગરના લોઢીયા ગામના મારવાડી ઘોડાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રંગ રાખ્યો છે. કેસરિયા નામના ઘોડાએ રાજસ્થાનના પુષ્કરમાં યોજાયેલા ઈન્ટરનેશનલ હોર્સ ફેરમાં પ્રથમ રનરઅપ બનીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.”અશ્વ પૃથ્વી કી શાન”માં કેસરીયા સ્ટેલિન કેટગરીમાં પ્રથમ રનર-અપ બન્યો છે.ગત 18 નવેમ્બરે રાજસ્થાનના પુષ્કરમાં અશ્વ મેળો યોજાયો હતો. જ્યાં દેશભરમાંથી ઘોડાને ખરીદ-વેચાણ અને પ્રદર્શન માટે લાવવામાં આવ્યા હતા.

આ મેળામાં 10 હજાર જેટલા ઘોડા દેશભરમાંથી આવ્યા હતા. મારવાડી નસલના સર્વશ્રેષ્ઠ ઘોડાની સ્પર્ધામાં 37 જેટલા ઘોડાએ ભાગ લીધો હતો.જેમાં પુણેનો કામીઝ નામનો ઘોડો પ્રથમ નંબરે આવ્યો હતો અને લોઢીયાના કેસરીયાએ પ્રથમ રનર-અપ બનીને બીજો સ્થાન મેળવ્યું હતું..આ અગાઉ પણ કેસરિયા અનેક સ્પર્ધાઓ જીતી ચૂક્યો છે.

લોઢીયાના ચરણજીતસિંહને ઘોડા પ્રત્યે વિશેષ લગાવ છે. નાનપણથી ઘોડાને પાળવાનો શોખ હોવાથી એક બાદ એક કરીને કુલ 7 જેટલા ઘોડાના પાળે છે..જેમાંથી કેસરીયા નામનો ઘોડો વિશેષ છે. મારવાડી નસલનો 5 વર્ષનો કેસરીયા સુંદરતાના કારણે બીજાથી અલગ પડે છે. જેના પિતાનું નામ અતિસુંદર છે, જે હાલ મહારાષ્ટ્રમાં છે.

અતિસુંદરના પિતાનું નામ સુંદર અને સુંદરના પિતાનું નામ દેવધર દરબાર છે. કેસરીયા ઘોડાના માલિક ચરણજીત પાસે ઘોડાની સાત-આઠ પેઢીની બંન્ને બાજુની હિસ્ટ્રી અને પેડિગ્રી ચાર્ટ છે. તેમણે ઘોડાનો DNA કરાવ્યો છે. તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અન્ય દેશમાં જવા માટે કેસરીયાનો પાસપોર્ટ પણ કરાવ્યો છે. અનેક વિશેષતાના કારણે તેની બજાર કિંમત કરોડોમાં છે.

આ પણ વાંચો : કોરોના મૃત્યુસહાય અંગે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો : માવઠાથી થયેલા પાક નુકસાનના વળતર અંગે કૃષિપ્રધાને હાથ ઉંચા કરી દીધા, જાણો શું કહ્યું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">