ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પુત્રીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો, જુઓ PHOTOS

Jamnagar : પુત્રીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે માતા રીવાબા જાડેજાએ સેવાકીય પ્રવૃત્તિ કરીને ખુશી વ્યકત કરી.

Jun 09, 2022 | 10:07 AM
Divyesh Vayeda

| Edited By: Mamta Gadhvi

Jun 09, 2022 | 10:07 AM

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પુત્રીનો પાંચમો જન્મદિવસ શાનદાર  અનોખી રીતે ઉજવ્યો. પુત્રીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે માતા રીવાબા જાડેજાએ સેવાકીય પ્રવૃત્તિ કરીને બીજાનુ ખુશી આપીને ખુશી વ્યકત કરી. બર્થડે પાર્ટીમાં કોઈ નેતા, અભિનેતા કે ક્રિકેટર કોઈ મોટી સેલિબ્રેટી નહી, પરંતુ 101 દિકરી અને તેના વાલીઓ સાથે જન્મદિવસનીઉજવણી કરી.

1 / 5
 પુત્રી નિધ્યાનાબાનાં પાંચમા જન્મદિવસ નિમિતે રીવાબા જાડેજા દ્વારા સમાજ સેવાનાં નવતર પ્રયાસ રૂપે સર્વે જ્ઞાતિના 101 દીકરીઓના પોસ્ટ ઓફિસ જામનગરમાં સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવેલ અને 11000 એક ખાતા દીઠ ડીપોઝીટ કર્યા હતા. શ્રી માતૃશકિત ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી રીવાબા જાડેજા દ્રારા સમાજીક, સેવાકીય પ્રવૃત્તિઓ મહિલાઓ અને બાળકો માટે કરવામાં આવે છે.

2 / 5
ગ્રામ્ય વિસ્તારમાં અનેક મહિલાઓને રૂબરૂ મળતા ધ્યાને આવ્યુ કે સરકારની અનેક યોજના વિષે માહિતી અભાવે કે અન્ય કોઈ કારણે સામાન્ય લોકોને  લાભ સમયસર મળી શકતો નથી. તેથી લોકો અને સરકાર વચ્ચેની કેડી બનીને તેમને યોજનાના લાભ અપાવવાના પ્રયાસો ટ્રસ્ટના માધ્યમથી રીવાબા જાડેજા દ્રારા કરવામાં આવે છે.તેથી પુત્રીના જન્મદિવસના દિવસને પણ યાદગાર બનાવવા માટે તેણે આ અનોખી પહેલ કરી હતી.

3 / 5
રવિન્દ્ર જાડેજાની લાડકી દિકરી નિધ્યાનાબાના પાંચમા દિવસની ઉજવણી સમાજ  સેવા સાથે સામાન્ય લોકોની સાથે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.

4 / 5
બર્થડે પાર્ટીમાં રીવાબા રવિન્દ્ર જાડેજાની લાડકી પુત્રી નિધ્યાનાબાની જાજરમાન અને શાહી એન્ટ્રી થઈ હતી.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati