લમ્પી વાયરસનો કહેર યથાવત, જામનગર જિલ્લામાં સેંકડો પશુના મોત થતા પશુપાલકોની સ્થિતિ કફોડી

જામનગરમાં દૂધ વેચીને જે પરિવારનું ગુજરાન ચાલતું હતું એ પરિવાર આજે મુશ્કેલીમાં મુકાયો છે, લોકો હવે સરકાર પાસેથી સહાયની આશ લગાવીને બેઠા છે.

લમ્પી વાયરસનો કહેર યથાવત, જામનગર જિલ્લામાં સેંકડો પશુના મોત થતા પશુપાલકોની સ્થિતિ કફોડી
Lumpy Virus Jamnagar
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 04, 2022 | 8:54 AM

રાજ્યમાં લમ્પી વાયરસે (Lumpy virus) હાહાકાર મચાવ્યો છે.પશુઓ માટે આ વાયરસ જીવલેણ બની રહ્યો છે.લમ્પીના કારણે હજારો મુંગા પશુઓ મોતને ભેટ્યા છે, ત્યારે જામનગરમાં (jamnagar) લમ્પી વાયરસથી પશુઓનાં મોત પશુપાલકો પણ ચિંતિત બન્યા છે.જામનગરના ફલ્લા ગામમાં લમ્પીથી (Lumpy virus case) સેંકડો પશુઓના (Cattle) મોત થઈ ચૂક્યા છે.પશુપાલકોનું કહેવું છે કે, લમ્પીને અટકાવવા રસીકરણ (vaccination) સહિતની કામગીરી થઈ રહી છે તેમ છતાં પશુઓનાં મોત થઈ રહ્યા છે.દૂધ વેચીને જે પરિવારનું ગુજરાન ચાલતું હતું એ પરિવાર મુશ્કેલીમાં છે.લોકો હવે સરકાર પાસેથી સહાયની આશ લગાવીને બેઠા છે.

પશુપાલકોએ પરિવારનું ગુજરાન ચલાવવું  મુશ્કેલ બન્યુ

બીજી તરફ જામનગરના અન્ય તાલુકાઓના ગામડાઓમાં પણ લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અને ગૌવંશના મોતથી પશુપાલકો પર આભ તૂટી પડ્યું છે.લોકોનું કહેવું છે કે જો સરકાર તાત્કાલિક સહાય નહીં કરે તો પરિવારનું ગુજરાન ચલાવવું વધુ મુશ્કેલ બનશે.

મહત્વનું છે કે ગઈકાલે મળેલી રાજ્યની કેબિનેટ બેઠકમાં સાત સભ્યોની ટાસ્ક ફોર્સ રચવામાં આવી છે. જેના અધ્યક્ષ કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ નરેશ કેલાવાલાને બનાવવામાં આવ્યા છે. રસીકરણ ની વાત કરીએ તો અત્યાર સુધીમાં 11.68 લાખથી વધુ પશુઓનું વેક્સીનેશન કરવામાં આવ્યું છે.હાલમાં જિલ્લા કક્ષાએ 10.79 લાખ ડોઝ ઉપલબ્ધ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati