ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ એક મંચ પર

ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ એક મંચ પર
C. R. Patil and Naresh Patel at Jamnagar

ખોડલધામ ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) છેલ્લા કેટલાક સમયથી ભાજપ નેતાઓ સાથે જોવા મળી રહ્યાં છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાના હોવાની ચર્ચાઓ વચ્ચે છેલ્લા ભાજપના નેતાઓની સાથે જોવા મળી રહ્યા હોવાથી નવી અટકળો શરૂ થઈ છે.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

May 12, 2022 | 2:55 PM

ગુજરાત (Gujarat) ના રાજકારણને લઈ સૌથી મહત્વના સમાચાર આવ્યા છે. ભાજપ (BJP) ના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ (C. R. Patil) અને ખોડલધામ (Khodaldham) ના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) એક સાથે એક ધાર્મિક કાર્યક્રમમાં એકસાથે મંચ પર જોવા મળ્યાં હતા. જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પરિવાર દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં પાટીલ અને પટેલ એક સાથે ઉપસ્થિત રહેતા અનેક નવી અટકળો શરૂ થઈ છે. આ સમારોહમાં ભાજપના સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય આર. સી. ફળદુ સહિતના આગેવાનો પણ હાજર રહ્યાં હતા. ખોડલધામ ચેરમેન નરેશ પટેલ છેલ્લા કેટલાક સમયથી ભાજપ નેતાઓ સાથે જોવા મળી રહ્યાં છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાના હોવાની ચર્ચાઓ વચ્ચે છેલ્લા ભાજપના નેતાઓની સાથે જોવા મળી રહ્યા હોવાથી નવી અટકળો શરૂ થઈ છે.

જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા આયોજીત ભાગવત સપ્તાહના પહેલા દિવસે પણ નરેશ પટેલ અને ભાજપના નેતાઓ એકસાથે જોવા મળ્યાં હતા. આ સમયે ભાજપ નેતા શંભુપ્રસાદ ટુંડિયા, અલ્પેશ ઠાકોર અને નરેશ પટેલ એક બગીમાં સવાર થયા હતા. ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું સામાજીક અને રાજકીય આગેવાનો સાથે સારા સંબંધ હોવાથી ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહેવા સૌને આમંત્રણ આપ્યું છે. તો ભાજપ નેતા વરૂણ પટેલે કહ્યું કે સંજોગોવસાત બંને આગેવાનો એક કાર્યક્રમમાં એક જ સમયે હાજર રહ્યાં છે. વરૂણ પટેલે ગુજરાતની જનતાને બહુ જ સારા સમાચાર ટૂંકા સમયમાં મળશે તેવો આશાવાદ પણ વ્યકત કર્યો.

જામનગર શહેરમાં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના ચતુર્થ દિવસીય સત્રમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કથા શ્રવણ માટે પધાર્યા હતા, અને તેઓએ પ્રખર ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈના ચરણોમાં વંદન કરીને તેઓની દિવ્યવાણીથી રાજકારણીઓનું કલ્યાણ થાય છે, અને જો રાજકીય આગેવાનોનું કલ્યાણ થશે, તો જ પ્રજાનું પણ કલ્યાણ થશે, તેવી વાત કરી હતી. ઉપરાંત યજમાન પરિવાર દ્વારા પ્રતિદિન આરતી સહિત અનેક કાર્યક્રમોમાં સમરસતાના કાર્યો કરવામાં આવી રહ્યા છે, તે કાર્યોને સરકાર દ્વારા ખાસ પોલીસી બનાવી તેનો અમલ કરવાની જરૂર છે, તેમ પણ જણાવ્યું હતું. જ્યારે ગઈકાલની પરશુરામ જયંતિ ની તિથિ કે તે પર્વની ગુજરાતમાં રજા જાહેર કરવાની મુખ્યમંત્રીના કાળમાં પોતે પહેલ કરી હતી, જે હજુ ચાલુ છે. તેમ પણ જણાવ્યું હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati