હવે તો હદ થઈ ! જામનગરમાં રખડતા ઢોરના ત્રાસને પગલે ખુદ ભાજપના શાસકોએ જ મુખ્યપ્રધાનને કરી રજૂઆત

વિપક્ષના સભ્યો દ્વારા શાસકોને રખડતા ઢોર (Stray cattle) મુદે અવારનવાર ફરીયાદ કરવામાં આવે છે,ત્યારે હવે ભાજપના સભ્યો પણ મેદાનમાં ઉતર્યા છે. 

હવે તો હદ થઈ ! જામનગરમાં રખડતા ઢોરના ત્રાસને પગલે ખુદ ભાજપના શાસકોએ જ  મુખ્યપ્રધાનને કરી રજૂઆત
Stray Cattle
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jun 14, 2022 | 1:38 PM

જામનગર (Jamnagar) શહેરમાં રખડતા ઢોરના (Stray Cattle) ત્રાસથી લોકો ત્રાહિમામ થયા છે. નાની શેરી, મુખ્યમાર્ગ, બજાર, રહેણાક વિસ્તાર, રખડતા ઢોરના કારણે નાના-મોટા અકસ્માતો (Accident) બનતા રહે છે. તો કેટલીક વખત લોકોએ જીવ ગુમાવ્યાના બનાવો પણ સામે આવી ચૂક્યા છે. રવિવારના ચાંદી બજારમાં બનેલ બનાવથી સ્થાનિકોમાં પારાવાર રોષની લાગણી જોવા મળી હતી. સ્થાનિકો દ્વારા અનેક રજુઆતો છતાં પણ ઉકેલ ન આવતા લોકો આકરામૂડમાં જોવા મળી રહ્યા છે.

સ્થાનિકો દ્વારા કાયમી ઉકેલની માગ

વારંવાર બનતા બનાવોથી સ્થાનિકો દ્રારા મહાનગર પાલિકાના અધિકારી, શાસકો, કોર્પોરેટર, નેતાઓ, ધારાસભ્યો, કલેકટર, પ્રાંતઅધિકારી સહિતને લેખીત- મૌખીક રજુઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ પરીણામ મળ્યુ નથી. તો અધિકારીઓ દ્રારા કામગીરી યોગ્ય રીતે થતી હોવાનુ જણાવી કાગળ પર કામગીરી દર્શાવી દેવાય છે. પરંતુ કોર્પોરેટરો પોતાના મતવિસ્તારમાં નિકળવુ મુશ્કેલ બને છે. વારંવાર બનતા રખડતા ઢોરના કારણે બનાવો અંગે સ્થાનિકો કોર્પોરેટરોને લોકો ફરીયાદનો મારો ચલાવે છે. કોઈ પણ રીતે આ મુદ્દાનો કાયમી ઉકેલની માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

વિપક્ષના સભ્યો દ્વારા શાસકોને રખડતા ઢોર મુદે અવારનવાર ફરીયાદ કરવામાં આવે છે,ત્યારે હવે ભાજપના સભ્યો પણ ખુલીને મેદાને આવ્યા છે. .  ભાજપના સભ્યો દ્વારા રખડતા ઢોર મુદે પગલા લેવાની રજુઆત સ્થાનિક તંત્રને અનેક વખત કરવામાં આવી છે.પરંતુ ભાજપ શાસિત જામનગર મહાનગર પાલિકામાં ભાજપના સભ્યોને અવગણના થતી હોય તેવી સ્થિતી છે. રખડતા ઢોર મુદે કોઈ નકકર પગલા ના લેવાતા ભાજપના(BJP)  સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મુખ્યપ્રધાનને લેખીત રજુઆત કરવામાં આવી

શહેરમાં ચાંદી બજાર, વાળીયાવાડ, ખારવાચકલા, રણજીનગર રોડ, ચૌહાણફળી સહીતના અનેક વિસ્તારમા રખડતા ઢોરના કારણે લોકો ઈજાગ્રસ્ત થયા છે. તે માટે વખતો વખત ભાજપના કોર્પોરેટર નિલેશ કગથરા દ્વારા સ્થાનિક તંત્રને અનેક વખતે રજુઆતો કરવા બાદ પણ સંતોષકારક  કામગીરી થઈ નથી. ત્યારે ભાજપના કોર્પોરેટર(BJP Corporator) દ્વારા શહેરમાં રખડતા ઢોરના મુદે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ અંગે લેખીત રજુઆત કરી છે. સાથે સ્થાનિક અધિકારી દ્વારા આ મુદે યોગ્ય કાર્યવાહી કરવાના બદલે ઉઠાવ જવાબ આપતા  હોવાનુ મુખ્યમંત્રીને જણાવવામાં આવ્યુ છે.તમને જણાવવુ રહ્યું કે,આ તમામ વિસ્તાર ગીચ વિસ્તાર છે,જેને કારણે લોકો  રખડતા ઢોરનો શિકાર બનતા હોય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">