Oxygen Express from Hapa : 85.23 ટન LMO સાથે હાપાથી હરિયાણા રવાના થઇ બીજી ઓક્સીજન એક્સપ્રેસ ટ્રેન

Oxygen Express from Hapa : હાપાથી નીકળેલી આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન 1088 કિમીનું અંતર કાપી હરિયાણા પહોચશે.

Oxygen Express from Hapa : 85.23 ટન LMO સાથે હાપાથી હરિયાણા રવાના થઇ બીજી ઓક્સીજન એક્સપ્રેસ  ટ્રેન
Oxygen Express from Hapa
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 03, 2021 | 9:57 PM

Oxygen Express from Hapa : ભારતીય રેલ્વે લિક્વિડ મેડિકલ ઓક્સિજનના ઝડપી પરિવહન દ્વારા કોવિડ મહામારીના ઉપચાર માટે મિશન મોડમાં ઓક્સિજનની ઉપલબ્ધતાની ખાતરી કરી રહ્યું છે. આના માધ્યમથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોના ઓપરેશન દ્વારા કોવિડ-19 દર્દીઓ માટે દેશભરમાં ઓક્સિજનની તીવ્ર જરૂરિયાત મુજબ મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. તે જ દિશામાં પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ રાજ્યોમાં જીવન-રક્ષક ઓક્સિજનના પરિવહનની સાથે સાથે કોવિડ-19 સામે સંયુક્ત સંઘર્ષને શક્તિ પ્રદાન કરવા માટે ગુજરાતના હાપાથી હરિયાણાના ગુરુગ્રામ સુધી 85.23 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) થી ભરેલ બીજી ઓક્સિજન એક્સપ્રેસ સંચાલિત કરવામાં આવી.

1088 કીમીનું અંતર કાપી પહોચશે હરિયાણા પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ, લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) ના ચાર 4 ટેન્કર વાળી એક રો-રો (RO-RO) સેવા 3 મે, 2021 ના રોજ 06:37 વાગ્યે ગુજરાતના હાપા (Oxygen Express from Hapa) થી રવાના થઈ,જે 4 મે, 2021 ના ​​રોજ સવારે હરિયાણાના ગુરુગ્રામ પહોંચશે.

આ ઓક્સિજન એક્સપ્રેસ લગભગ 85.23 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું વહન કરી રહી છે તથા તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે 1088 કિમીનું અંતર કાપશે. આ ઓક્સિજન ટેન્કર દ્વારા સપ્લાય કરવામાં આવેલ ઓક્સિજન દિલ્હી અને આજુ બાજુ ના વિસ્તારોમાં કોવિડ કેર હોસ્પિટલમાં દર્દીઓના ઉપયોગ માટે પરિવહન કરવામાં આવશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મળી મદદ હાપાથી આ ઓક્સીજન એક્સપ્રેસ ટ્રેન (Oxygen Express from Hapa) વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, મારવાડ જંકશન, અજમેર, ફાલના, રિંગસ અને રેવારી થઈને ચલાવવામાં આવી રહી છે. લિક્વિડ મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધિ મેસર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા ઉચ્ચ ક્ષમતાવાળા ટ્રેઇલરોમાં પૂરી પાડવામાં આવી છે. અધિકારીએ વધુમાં માહિતી આપી કે હાપા ગુડ્સ શેડમાં વેગન પર સરળતાથી ઓક્સિજન ટેન્કરો લોડ કરવા માટે જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ છે.

25 એપ્રિલના રોજ પહેલી ઓક્સીજન એક્સપ્રેસ રવાના થઇ તાજેતરમાં 25 એપ્રિલ 2021 ના ​​રોજ પશ્ચિમ રેલ્વે દ્વારા ગુજરાતના હાપાથી (Oxygen Express from Hapa) મહારાષ્ટ્રના કલંબોલી સુધી લગભગ 44 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પરિવહન કરવામાં આવ્યું હતું. કલંબોલી સુધી શક્ય તેટલા ટૂંકા સમયમાં તેના પરિવહનની ખાતરી કરવા માટે ઓક્સિજન એક્સપ્રેસને અવરોધ વગરનો માર્ગ પૂરો પાડતા પ્રતિ કલાક 50 કિમીની ઝડપે દોડાવવામાં આવી હતી.

આ પણ વાંચો : COVID DUTY માં લાગેલા મેડીકલ સ્ટાફ માટે વડાપ્રધાન મોદીએ કરી મોટી જાહેરાત

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">