ઉદયપુરના ક્રિકેટ મેદાનમાં જામનગરના ટેણિયાએ દેખાડયો રંગ

ક્રિકેટના મેદાનમાં સારો દેખાવ કરનાર પાર્શવની વર્ષોની મહેનતનો રંગ દેખાડયો. પાર્શવ ધોરણ 8માં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે તેને રમત-ગમતમાં વધુ રૂચિ છે. જેથી તે છેલ્લા 7 વર્ષથી ક્રિકેટ માટે નિયમિત પ્રેકટીસ કરે છે.

ઉદયપુરના ક્રિકેટ મેદાનમાં જામનગરના ટેણિયાએ દેખાડયો રંગ
A child from Jamnagar showed color at the cricket ground in Udaipur

રાજસ્થાનના ઉદયપુરમાં ઓકટોબરમાં જામનગર અને ઉદયપુરની ટીમ વચ્ચે ક્રિકેટ મુકાબલો યોજાયો હતો. પાંચ દિવસીય ફેન્ડ્રલી ટુર્નામેન્ટમાં અન્ડર-14 સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જે ટુર્નામેન્ટ ઉદયપુરની ટીમ જીત પણ મેચ ઓફ ધ સીરીઝ જામનગરના ટેણિયાએ જીતીને દિલ જીતી લીધા.

ઉદયપુરના સિકારબાડી ક્રિકેટ મેદાનમાં પાંચ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં જામનગર અને ઉદયપુરની અન્ડર-14ની ટીમ આમને-સામને મુકાબલો થયો હતો. જામનગરની ટીમના 13 વર્ષીય પાર્શવ પરીત હરણિયા મેચ ઓફ ધ સિરીધનો સ્થાન મેળવ્યુ. ચાર દિવસીય ટુર્નામેન્ટમાં દૈનિકના બે મેચ યોજાયા હતા.

જેમાંથી પાર્શવને 8 પૈકી 5 મેચમાં રમવાની તક મળી હતી. ઉદયપુરના ક્રિકેટ મેદાનમાં જામનગરના ટેણિયાએ પોતાની ક્રિકેટની કમાલ દેખાડી હતી. એક વખત 61 રન સાથે નોટ આઈટ રહીને સારી બેટીંગનુ પ્રદર્શન દેખાડયુ. અન્ય મેચમાં 33 રને નોટ આઉટ રહીને બોલીંગમાં 2 વિકીટ મેળવી હતી. 5 મેચમાં સારૂ પર્ફોમન્સ કરનાર પાર્શવને મેચ ઓફ ધ સિરીસથી સન્માનિત કરવામાં આવ્યુ.

ક્રિકેટના મેદાનમાં સારો દેખાવ કરનાર પાર્શવની વર્ષોની મહેનતનો રંગ દેખાડયો. પાર્શવ ધોરણ 8માં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે તેને રમત-ગમતમાં વધુ રૂચિ છે. જેથી તે છેલ્લા 7 વર્ષથી ક્રિકેટ માટે નિયમિત પ્રેકટીસ કરે છે. દૈનિક 2 થી 3 કલાક ક્રિકેટ માટે સમય ફાળવે છે. જે જામનગરમાં ક્રિકેટ એકેડમીમાં બે કોચ પાસેથી ક્રિકેટની તાલિમ મેળવે છે. સાથે જ ફીટનેસ માટે કાળજી લે છે. ક્રિકેટમાં પોતે ઓલરાઉન્ડર તરીકે પોતાની કારકિર્દી બનાવવાનુ સપનુ સેવે છે.

ક્રિકેટ પાર્શવને વારસામાં મળ્યુ હોવાનુ તેના વાલી જણાવે છે. તેના પિતા પરિત હરણિયા સ્કૂલના સમયથી સારૂ ક્રિકેટ રમતા. ક્રિકેટનો ખુબ જ શોખ હોવા છતાં તે વખતેની પરીસ્થિતી અને પ્લેટફોર્મ ના મળતા ક્રિકેટનો શોખ ભુલીને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કરી આજે સફળ ઉધોગપતિ બન્યા છે. પરંતુ પોતાનુ ક્રિકેટર બનવાનુ સપનુ તેનો પુત્ર પાર્શવ પુર્ણ કરે તે માટે આશા સેવી રહ્યા છે. જે માટે પરીવારનો પુરતો સહયોગ આપે છે.

તેની ક્રિકેટ પ્રેમને પુર્ણ કરવા તેની માતા આશા પુરતો સમય અને સહયોગ આપે છે. પાર્શવને ક્રિકેટની સાથે બેડમિટન, ટેનિસ, કેરમ સહીતની રમત વધુ પ્રિય છે. જામનગર શહેર અને ક્રિકેટનો જુનો નાતો છે, ક્રિકેટની શરૂથી હાલ સુધીમાં અનેક ક્રિકેટર જામનગરે આપ્યા છે. આવનાર સમય વધુ એક ક્રિકેટર તરીકે પાર્શવ પણ જામનગરનુ નામ રોશન કરે તેવી શુભેચ્છા પરીવાર અને સમાજમાંથી મળી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati