કોરોનાની લહેરમાં કોરોના વોરીયર્સે દીકરાએ ગુમાવ્યો હતો જીવ, સહાય લેતા લેતા રડી પડ્યા માતા

Jamnagar: કોરોના કાળમાં અનેક ફ્રન્ટલાઈન વર્કસ અને કોરોના વોરીયર્સે કોરોનાના દર્દીઓની નિષ્ઠાપુર્વક સેવા કરી છે જેમાં જામનગરના હોમગાર્ડ પણ હતા, જેઓએ સેવા કરતા કરતા જીવ ઘુમાવ્યો હતો.

કોરોનાની લહેરમાં કોરોના વોરીયર્સે દીકરાએ ગુમાવ્યો હતો જીવ, સહાય લેતા લેતા રડી પડ્યા માતા
Corona Warrior's Mother

કોરોના (Corona) કાળમાં કોરોના ફ્રન્ટલાઈન વર્કસ (Frontline workers) જે અવસાન પામ્યા હોય તેને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી (Mukhyamantri Relief Fund) 25 લાખની સહાય રાજય સરકાર દ્રારા આપવામાં આવે છે. જામનગરના (Jamnagar) ફ્રન્ટલાઈન વર્કર હોમગાર્ડઝના (home guards) જવાન કોરોનાથી સંક્રમણિત થાય બાદ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. તેમના વારસદારને સરકાર દ્રારા 25 લાખની સહાય આપવામાં આવી.

કોરોના કાળમાં અનેક ફ્રન્ટલાઈન વર્કસ અને કોરોના વોરીયર્સે કોરોનાના દર્દીઓની નિષ્ઠાપુર્વક સેવા કરી છે. તો તેમાં કેટલાક કોરોના વોરીયર્સ કોરોના સામેની લડાઈ લડતા-લડતા અને ફરજ બજાવ કોરોનો ભોગ બન્યા. અને કેટલાક કોરોના વોરીયર્સ ફરજ દરમિયાન મૃત્યુ પામ્યા. આવા જ ફ્રન્ટલાઈન વર્કસ તરીકે હોમગાર્ડઝ દળના સભ્યોએ પોલિસની મદદમાં પોતાની ફરજ ખતથી બજાવેલ.

આ સમયગાળા દરમિયાન જામનગર શહેર હોમગાર્ડઝ સીટી સી યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડઝના સભ્ય સ્વ. દયારામ એન દામાને પોતાની ફરજ દરમિયાન કોરોના સંક્રમણ લાગતા તેઓ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમનું 14 એપ્રીલ 2021ના રોજ અવસાન થયુ હતુ.

ગુજરાત સરકાર તરફથી કોવીડ-19 વાયરસના કારણે ઉદભેવ પરીસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી દરમિયાન ચેપ લાગવાથી સુરક્ષા કર્મચારી, અધિકારીના મૃત્યુના કિસ્સામાં આશ્રિતને મુખ્યમંત્રીના રાહત ફંડમાથી રૂ. 25 લાખની સહાય આપવાની જાહેરાત થયેલ છે. જે મુજબ દયારામ એન દામાના વારસદારને આ સહાય મળી રહે તે માટે જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ એસ.જે.ભીંડી દ્રારા કલેકટર જામનગર, પોલિસ અધિકારી જામનગર, તબીબી અધિક્ષક જામનગર, તથા કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ હેડકવાર્ટસ અમદાવાદના સંકલનમાં રહીને સહાય અંગેની દરખાસ્ત તાત્કાલીક તૈયાર કરવામાં આવી હતી.

આ દરખાસ્ત સરકારએ મંજુર કરી સરકારના મુખ્યમંત્રી રાહત ફંડમાંથી હોમગાર્ડઝ સભ્ય સ્વ.દયારામ એન. દામાના વારસદાર એટલે તેઓના માતાના બેન્ક એકાઉન્ટમાં રૂ. 25 લાખ ઈપેમેન્ટથી જમા કરવામાં આવ્યા છે. હોમગાર્ડઝ જવાન દયારામ. એન દામાના માતાએ ભીની આંખે સરકાર અને હોમગાર્ડઝ દળનો આભાર વ્યકત કર્યો. અગાઉ હોમગાર્ડઝ કલ્યાણનિધી માંથી સ્વ. દયારામ એન. દામાના પરીવારને 1,55,000 રૂપિયાની સહાય આપવામાં આવી હતી.

જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશ ભીંડીએ જીલ્લા વહીવટી તંત્ર, પોલિસ વિભાગ, આરોગ્ય વિભાગ, હોમગાર્ડઝના અધિકારીઓ અને અમદાવાદ હોમગાર્ડઝના અધિકારીઓનો આભાર માન્યો. સરકાર દ્રારા યોજના તો જાહેર થતી હોય, પરંતુ અરજદાર, વારસદાર કે લાર્ભાર્થીને સરળથી અને સમયસર મળે તો તે વધુ ઉપયોગી બની રહે છે.

 

આ પણ વાંચો: પુષ્કરના આંતરરાષ્ટ્રીય અશ્વ મેળામાં જામનગરનો કેસરિયો છવાયો, જાણો આ કરોડોના ઘોડા વિશે રસપ્રદ વાતો

આ પણ વાંચો: Ahmedabad : યુવતીને રાજકીય પાર્ટીમાં હોદ્દો આપવાની લાલચ આપી આચરાયું દુષ્કર્મ, બે-બે વાર ગર્ભવતી પણ બનાવી

Click on your DTH Provider to Add TV9 Gujarati