જામનગરઃ તહેવારના ઉમંગ સાથે ગૌ-સેવાની નેમ, ફડાકડાના વેચાણ થકી કામધેનુંની સેવા

જામનગરઃ તહેવારના ઉમંગ સાથે ગૌ-સેવાની નેમ, ફડાકડાના વેચાણ થકી કામધેનુંની સેવા
Jamnagar: With the celebration of Diwali, the oath of cow service

વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ફટાકડાના મહા સેલમાં જામનગર શહેર અને આસપાસની જનતાને હાજર રહી આ સેવા યજ્ઞમાં સહભાગી થવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.

Divyesh Vayeda

| Edited By: Utpal Patel

Nov 02, 2021 | 7:00 PM

દિવાળીના તહેવાર પર ફટાકડાનું વેચાણ વધુ થયુ હોય છે. ફટાકડા ફોડીને લોકો ઉમંગ-ઉત્સાહ સાથે તહેવારની ઉજવણી કરતા હોય છે. તહેવારની ઉજવણીની સાથે જ ગૌ-સેવાની કરવાની નેમ જામનગરના યુવાનોએ લીધી છે. જામનગરમાં કેટલીક જગ્યાએ ગૌ-સેવાના લાભાર્થે ફટાકડાનુ વેચાણ થાય છે. ફડાકડાના વેચાણથી થયેલ આવકને ગાયની સેવામાં ઉપયોગ કરીને ગૌ-સેવા દર વર્ષે કરવામાં આવે છે.

ગાય માતાને સનાતન સંસ્કૃતિમાં કામધેનુંની ઉપમા આપવામાં આવી છે, એટલે કે ગૌમાતાના આશીર્વાદથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો નિવાસ ની માન્યતા પણ પ્રચલિત છે, ત્યારે દિવાળીના તહેવારની ઉજવણી અને ગૌવંશની સેવાનું માધ્યમ બનાવી દેવાની અનોખી અને પ્રેરક પરંપરા જામનગર જોવા મળી રહી છે. જામનગરમાં અનેક જગ્યાએ ગૌ-સેવા માટે ફડાકડાનુ વેચાણ કરવામાં આવે છે. દિવાળીમાં તહેવારની ઉજવણીની સાથે ગૌસેવા કરવાની યુવાનોની નેમ છે.

જામનગર નજીક આવેલા વિભાપર ગામના ઉદ્યોગકારો- ખેડૂતો- સહિતના ૨૫૦ થી વધુ કાર્યકરો સેવા બજાવે છે. સતત 6 વર્ષથી જય વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત બિમાર ગાયોની ગૌશાળાના લાભાર્થે ફડાકડાનુ વેચાણ કરવામાં આવે છે. જય વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી બીમાર ગાયોની ગૌશાળા નું સંચાલન કરવામાં આવે છે, અને મોટા ભાગની બિમાર ગાયોની સારસંભાળ અને સંચાલન કરવામાં આવે છે. પ્રતિવર્ષ દિવાળી ના તહેવાર દરમિયાન વિભાપર ગામ માં રાહત દરે ફટાકડાના વેચાણનું મોટા પાયે સેલ ગોઠવવામાં આવે છે. દરેક પ્રકારના ફટાકડા ના વિશાળ સેલ નું આયોજન કરવામાં આવ્યું છે. અને માત્ર છ રૂપિયાથી માંડીને ૧૫,૦૦૦ રૂપિયા ની કિંમતના પ્રતિ નંગ લેખે લગભગ ૨૭૫ થી વધુ વેરાયટી ના ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ફટાકડાના મહા સેલમાં જામનગર શહેર અને આસપાસની જનતાને હાજર રહી આ સેવા યજ્ઞમાં સહભાગી થવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.જામનગર નજીક આવેલા દરેડના ફેઝ-2 વિસ્તારમાં આવેલી શ્રી માં દર્શન ગૌશાળાની ગૌસેવાના હેતુથી છેલ્લા ત્રણ વર્ષથી રાહતભાવે ફટાકડાનુ વેચાણ કરવામાં આવે છે. આ ગૌશાળા 2012થી કાર્યરત છે. જયાં કુલ 325 ગાયની સંભાળ લેવામાં આવે છે. જેમાંથી 40 જેટલી ગાય અંપગ અને 4 જેટલી ગાય આંખ વગરની છે. જેની સેવા માટે 150 જેટલા યુવાનો દ્રારા ફટાકડાના વેચાણ માટે સેવા આપવામાં આવે છે. જયા 400થી વધુ ફટાકડાની વેરાયટી છે. અંહી સેવા આપનાર મોટાભાગના યુવાનો ઉધોગપતિઓ છે. જે ગૌસેવા માટે ફડાકટા વેચાણમાં શકય તેટલી મદદ કરે છે.

વિભાપરમાં આવેલી નિરાધાર-અપંગ ગાય માટેનુ સારવાર કેન્દ્ર શ્રી વછરાઝ બીમાર ગૌસેવા ટ્રસ્ટ 2012થી કાર્યરત છે. જયાં અકસ્માત, બીમાર ગાયની સારવાર માટે ગૌ-સેવકો સેવા બજાવે છે. ગૌ-સેવા માટે ફડાકટાનુ રાહત દરે વેચાણ કરીને તેમથી થતો નફાનો ભાગ ગૌસેવા માટે ખર્ચે છે. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ફટાકડાનો સ્ટોલ(24) કરે છે. જે છેલ્લા સાત વર્ષથી આ રીતે ફટાકડાનુ વેચાણ રાહત દરે કરીને ગૌસેવા માટે કામગીરી કરે છે. જેમાં 40થી વધુ યુવાનો સેવા આપે છે. લોકો દિવાળીના તહેવારનો ઉમંગથી ઉજવણી સાથે સેવાકીય પ્રવૃતિમાં સહભાગી થવા અંહીથી ફટાકડાની ખરીદી કરતા હોય છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati