JAMNAGAR : કાલાવડમાં 16 ઈંચ વરસાદને પગલે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી, ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કાર્યરત

બીજી તરફ ભારે વરસાદના કારણે જામનગર-રાજકોટ હાઇવે પરનો ખીજડિયા બાયપાસ બંધ થઈ ગયો. રોડ પર પાણીની નદીઓ વહેતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો.

JAMNAGAR : કાલાવડમાં 16  ઈંચ વરસાદને પગલે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી, ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કાર્યરત
JAMNAGAR: Indian Coast Guard launches rescue operation in Kalawad after 16 inches of rain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 7:15 AM

જામનગરમાં મેઘરાજાએ જળ તબાહી મચાવી છે. જામનગર શહેર જ નહીં જ જામનગર જિલ્લામાં પણ આભા ફાટતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદે જામનગરમાં એવી જળ તબાહી મચાવી છે કે જ્યાં જુઓ ત્યાં તબાહી તબાહી અને તબાહીના જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા છે..રોડ પર નદીઓ વહી રહી છે. અનેક ગામમાં પાણીનું રાજ છવાઈ ગયુ છે. ઘરમાં પાણીએ સ્થાન બનાવી લીધું છે. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. વાહનો પાણીમાં રમકડાની માફક તરી રહ્યા છે.

જામનગર શહેરના નવાગામ, ગુલાબગર, વિક્ટોરિયા પુલ સહિતનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો. આ વિસ્તારની અંદર ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા લોકોની ઘર વખરી પલળી ગઈ છે. લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે.

મંદિરમાં ઘુસ્યા પાણી

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

જામનગરના સીદસર ઉમિયા ધામમાં પૂરના પાણીએ લોકો તો શું ભગવાનના ઘરમાં પણ પાણીએ કબજો જમાવી લીધો. બીજી તરફ મેઈન બજારમાં પણ જાણે નદી વહેતી હોય તેવું લાગે છે. ભારે વરસાદના કારણે સીદસર ગામનું ખ્યાતનામ ઉમિયાધામ પાણીમાં ડૂબ્યું છે.

પાણીમાં તણાઈ કાર

જામનગરના રણજીતસાગર તળાવના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા. ભારે વરસાદ અને તળાવના પાણીના કારણે લોકોના ઘરમાં પાણીએ સામ્રાજ્ય જમાવ્યું. લોકોના ઘરમાં બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા. હર્ષદમીલની ચાલી, મહાવીરનગર, પટેલનગર સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા. એક કાર તો રમકડાની માફક પાણીના પ્રવાહમાં તણાઈ રહી છે.

હાઈવે પર પાણી, રેલવે ટ્રેક ડૂબ્યો

બીજી તરફ ભારે વરસાદના કારણે જામનગર-રાજકોટ હાઇવે પરનો ખીજડિયા બાયપાસ બંધ થઈ ગયો. રોડ પર પાણીની નદીઓ વહેતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો. તો બીજી તરફ વંથલી ગામ પાસે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયો.

શહેર જ નહીં ગામડાઓ પણ બેટમાં ફેરવાયા. જામનગરના બાંગા આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગામમાં પાણી એટલું ઘુસી ગયુ છે કે ગામના કાચા મકાન તો પાણીમાં જ ગરકાવ થઈ ગયા છે. મકાનનો એક માળ આખો પાણીમાં ડૂબી ગયો છે. લોકો જીવ બચાવવા બીજા માળે ચડી ગયા.

આ તરફ બાણુગારમાં 22 ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ નજરે ચઢે છે. જામનગર-રાજકોટ હાઈવે બંધ થઇ ચૂક્યો છે. ગામના ગામ બેટમાં ફેરવાયા છે, તો લોકો જીવ બચાવવા માટે અગાસી પર ચડી ગયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">