JAMNAGAR : સૌરાષ્ટ્ર(Saurashtra) ની સૌથી મોટી અને રાજય(State) ની બીજા નંબરની હોસ્પીટલ(hospital) જામનગર(jamnagar)મા આવેલી છે. જામનગરની સરકારી(Government) જી.જી. હોસ્પીટલમાં સૌરાષ્ટ્રભરમાં દર્દીઓ((Patients) સારવાર(Treatment) માટે આવતા હોય છે. સાથે ફોરેન્સીક મેડીસન વિભાગમાં ખાસ પોસ્ટમાર્ટમ માટે મૃતકો લાવવામાં આવે છે. તો લાંબા સમય સુધી તેને સાચવવાની પણ ફરજ પડે છે. જે કોલ્ડ સ્ટોરેજની સુવિધા કેટલાક જીલ્લામાં ના હોવાથી ત્યાંથી મૃતદેહને સાચવવા માટે જામનગર મોકલવવામાં આવે છે. પરંતુ જામનગરની હોસ્પીટલમાં રહેલા કોલ્ડ સ્ટોરેજ 5 પૈકી ત્રણ બંધ હાલતમાં હોવાથી મુશ્કેલી પડતી હોય છે.
જામનગરની જી.જી.હોસ્પીટલમાં મૃતકોને રાખી શકાય તે માટે કુલ 5 ફ્રીઝ રાખવામાં આવ્યા છે. જેમાંથી ત્રણ જુના અને 2 નવા ફ્રીઝ છે. 1 ફ્રીઝમાં 6 મૃતદેહ રાખી શકાય, એમ કુલ 30 મૃતદેહ રાખી શકાય છે. પરંતુ ત્રણ જુના ફ્રીઝ વારંવાર બંધ હાલતમાં હોય છે. જેથી મૃતદેહને સાચવવા માટે મુશકેલી થતી હોય છે. અનેક વાર બિનવારસુ કે મૃતકોની ઓળખ ના થઈ હોય તેવા મૃતદેહને લાંબા સમય સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની ફરજ પડે છે.
તો પાકિસ્તાન કેદીના મૃતદેહને ત્રણથી 6 માસ સુધી રાખવા પડે છે. બંન્ને દેશની મંજુરી પ્રક્રિયા પુર્ણ થયા બાદ તે મૃતદેહને પરત વતન મોકલવા કે તેમની અંતિમવિધીની કામગીરી થાય છે. લાંબા સમય માટે મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં સાચવવા માટે ફ્રીઝ ચાલુ રહેવા જરૂરી હોય છે. પરંતુ ત્રણ ફ્રીઝ આશરે 15 વર્ષ જુના હોવાથી વારંવાર બગડતા કે બંધ હાલત હોય છે. જેથી મૃતદેહને વારંવાર સ્થાળાંતર કરવા પડે છે.
જામનગરની હોસ્પીટલમાં જામનગર, દેવભુમિદ્રારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, ભુજ સહીતના જીલ્લામાંથી મૃતદેહને મોકલવામાં આવે છે. જે અંહી સાચવી શકાય અન્ય જીલ્લાની હોસ્પીટલમાં આવી સુવિધાના હોવાથી અંહી અનેક જીલ્લામાં આવેલા મૃતદેહને સાચવવામાં આવે છે. પરંતુ જુના ફ્રીઝના કારણે અનેક મુશ્કેલી વધે છે. તેને વારંવાર રીપેર તો કરવામાં આવે છે. પરંતુ તેના કાયમી ઉકેલ માટે નવા ફ્રીઝ વસાવવા જરૂરી છે. જે માટે સ્થાનિક હોસ્પીટલ તંત્ર દ્રારા પ્રક્રિયા તો કરવામાં આવી છે. પરંતુ હજુ મંજુરી મળી શકી નથી.