કેન્દ્રીય ગૃહ મંત્રાયલ દ્રારા 2021ના સર્વ શ્રેષ્ઠ ઈન્વેસ્ટિગેશનના એવોર્ડ માટે જામનગરના એએસપી(ASP) નિતેશ પાંડેય આઈપીએસ (IPS) અધિકારીની પસંદગી થયેલ છે. દેશભરના 152 જવાનોની પસંદગી કરવામાં આવી. જેમાં ગુજરાત રાજયના 6 પોલિસ જવાનોની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાતના રાજયના 6 પોલિસ જવાનોને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્રારા Excellence in Investigation-2021 માટે મેડલ એનાયત કરાશે. જે માટે જામનગરના એએસપી નિતેશ પાંડેય, રાજયના અન્ય પાંચ પોલિસ જવાનોની પસંદગી થયેલ છે. જેમાં ડીસીપી વિધી ચૌધરી અને અન્ય ચાર પીઆઈના નામની પસંદગી કરવામાં આવી છે.
જામનગરના એએસપી. નિતેશ પાંડેયને ખાસ જામનગરમાં નોંધાયેલ ગુજસીટોક કેસની સફળતા પુર્વકની તપાસમાં માટે પસંદગી કરવામાં આવી. જામનગરમાં અગાઉ ભુમાફીયા જયેશ પટેલ અને તેની ટોળકી બેફામ બની હતી. ધમકી, ખંડણી, ફાયરીંગ, જમીન પચાવી, હત્યા સહીત 50 થી વધુ ગુનાઓ રાજયના અલગ-અલગ શહેરમાં ભુમાફીયા જયેશ રાણપરીયા (પટેલ) સામે નોધાયેલ હતા.
ભુમાફીયા જયેશ પટેલના સ્રામરાજયનો અંત લાવવા માટે ખાસ રાજયના ગૃહ વિભાગ દ્રારા એસપી તરીકે દીપેન ભદ્નનને મુકવામાં આવ્યા. એસપી દીપેન ભદ્રન દ્રારા આ કેસની કમાન્ડ એએસપી નિતેશ પાંડેયને સોપવામાં આવી હતી. નિતેશ પાંડેય દ્રારા સીટી એ પોલિસ સ્ટેશનમાં ઓકટોબર 2020માં જયેશ પટેલ અને તેના સાગરીત સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
જે કેસ નોંધવાથી તપાસ સુધીની તમામ કામગીરી ખુબજ ચોકસાઈ અને ઝીણવટભરી કરવામાં આવી હતી. આ માટે તપાસની ટીમમાં 6 પોલિસ જવાનોની સાથે રાખવામાં આવ્યા.ગુજસીટોકના ગુનો કુલ 14 આરોપીઓ સામે નોંધાવામાં આવ્યો હતો. જેના ગણતરીના કલાકોમાં જયેશ પટેલના 8 સાગરીતોને પકડી પાડવામાં આવ્યા.
બાદ અન્ય બે આરોપીને પકડીને જેલ હવાલે કરાયા. તપાસમાં અન્ય બે આરોપીની સંડોવણી ખુલ્લી વધુ બે આરોપીઓ સામે ગુના નોંધાયા. કુલ 16 આરોપી પૈકી 12 આરોપીને જેલ હવાલે કરવામાં એએસપી નિતેશ પાંડેય અને તેની ટીમને સફળતા મળી. જયારે 4 આરોપીઓ હજુ પણ ફરાર છે જેમાંથી મુખ્ય આરોપી જયેશ પટેલ જે હાલ યુકેની જેલમાં છે. જયેશ પટેલને ગુજરાત લાવવા માટેની તૈયારીઓ ટીમ દ્રારા કરવામાં આવી છે.
એએસપી નિતેશ પાંડેય દ્રારા ટીમ લીડર તરીકેની જવાબદારી સંભાળીને ટીમને સાથે રાખીને સમગ્ર કેસ પર ખુબ મહેનત,પ્રામણિકતા અને હિમતથી કામગીરી બજાવી. ગુના નોંધાયા બાદ છ માસમાં આશરે 3 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. ગુજસીટોકનો ગુનો હોવાથી રાજકોટની ખાસ કોર્ટમાં કેસ ચાલે છે. અને પકડાયેલા એક પણ આરોપીને હજુ સુધી જામીન મળી શકયા નથી. તેમજ આ કેસમાં 5 કરોડની રીકવરી પણ પોલિસની ટીમ દ્રારા કરવામાં આવી છે.
રાજયભરમાં ચર્ચામાં રહેલા ભુમાફીયા જયેશ પટેલના સામેના ગુજસીટોક ગુનામાં પોલિસે કરેલી કામગીરી અને તેની તપાસની નોંધ કેન્દ્રના ગૃહવિભાગ સુધી લેવામાં આવી. જે માટે કેન્દ્ર સરકારના ગૃહવિભાગ દ્રારા શ્રેષ્ઠ તપાસના એવોર્ડ માટે નામની પસંદગી થતા ગુજરાત અને જામનગરનુ ગૌરવ વધાર્યુ છે. જેનાથી જામનગર પોલિસ પરીવારમાં આનંદની લાગણી છવાઈ છે. આ પ્રકારના એવોર્ડની પોલિસની કામગીરી અને ઉત્સાહને પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચો : Agriculture Top 10 Apps: આ 10 એપ્લિકેશન ખેતીને લગતી માહિતી મેળવવા માટે છે ઉત્તમ, ખેડૂતોને મળશે અદ્યતન સુવિધા
આ પણ વાંચો :Ahmedabad: દાગીનાની લેતી દેતીમાં યુવકનું થયું અપહરણ, પોલીસે આરોપીને પકડી યુવકને છોડાવ્યો