કોંગ્રેસના ધારાસભ્યોની વિકેટ પડવાનું યથાવત, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસમાંથી રાજીનામું ધરીને ભાજપમાં જોડાયા

કૉંગ્રેસની વર્કીગ કમીટીના એક દિવસ પહેલા ગુજરાતમાં કૉંગ્રેસે તેમના વધુ એક ધારાસભ્યને ગુમાવવાનો વારો આવ્યો છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે.  જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ તેમના ધારાસભ્યના પદ પરથી રાજીનામુ આપ્યુ છે. હવે તે ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. વિધાનસભા ચૂંટણીમાં 99 સીટ જીતેલી ભાજપના ધારાસભ્યની સંખ્યા વધીને […]

કોંગ્રેસના ધારાસભ્યોની વિકેટ પડવાનું યથાવત, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસમાંથી રાજીનામું ધરીને ભાજપમાં જોડાયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Mar 11, 2019 | 11:52 AM

કૉંગ્રેસની વર્કીગ કમીટીના એક દિવસ પહેલા ગુજરાતમાં કૉંગ્રેસે તેમના વધુ એક ધારાસભ્યને ગુમાવવાનો વારો આવ્યો છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. 

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ તેમના ધારાસભ્યના પદ પરથી રાજીનામુ આપ્યુ છે. હવે તે ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. વિધાનસભા ચૂંટણીમાં 99 સીટ જીતેલી ભાજપના ધારાસભ્યની સંખ્યા વધીને 102 થઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ કૉંગ્રેસના લગભગ 10 ધારાસભ્ય પાર્ટી છોડવાના મુડમાં છે.

TV9 Gujarati

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

એક પછી એક ધારસભ્ય રાજીનામા આપવાના કારણે કૉંગ્રેસની દિલ્હી હાઈકમાન્ડ પણ વિચારમાં પડી છે. વલ્લભભાઈ ધારવિયાનું રાજીનામુ મોટો ઝટકો માનવા આવે છે કારણ કે 12 માર્ચે કૉંગ્રેસની CWCની બેઠક ગુજરાતમાં થવા જઈ રહી છે. આ બેઠક કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં થશે. ગુજરાત કૉંગ્રેસ સામે સવાલો ઉઠી રહ્યાં છે કે તે ધારાસભ્યને રોકવામાં નિષ્ફળ કેમ રહી છે?  ધારાસભ્યોના રાજીનામાથી પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી નારાજ જોવા મળી રહ્યાં છે. ત્યારે ગુજરાત કૉંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પાર્ટી અધ્યક્ષ અમિત ચાવડા સહિત સ્થાનીક નેતાઓના પદમાં પણ બદલાવ આવી શકે છે.

વલ્લભભાઈ ધારવિયા ગુજરાત કૉંગ્રેસ પાર્ટીમાં રાજીનામુ આપનારા 5માં ધારાસભ્ય છે. તેના પહેલા કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા અને પરસોત્તમ સાબરીયાએ રાજીનામુ આપ્યું હતુ.  મહિલા ધારાસભ્ય આશાબેન પટેલ પણ ભાજપમાં જોડાયા છે. હાલમાં કૉંગ્રેસની પાસે ધારાસભ્યોની સંખ્યા 77 થી ઘટીને 71 રહી ગઈ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">