રાજકોટઃ વીડિયો વાઈરલ થતાં સિવિલ કોવિડ હોસ્પિટલની ખુલી પોલ, કોવિડ હોસ્પિટલની વધુ એક બેદરકારી આવી સામે

રાજકોટઃ વીડિયો વાઈરલ થતાં સિવિલ કોવિડ હોસ્પિટલની ખુલી પોલ, કોવિડ હોસ્પિટલની વધુ એક બેદરકારી આવી સામે

એક તરફ સિવિલમાં જમવાનું સારૂ આવતું હોવાના સત્તાધીશો બણગા ફૂંકી રહ્યા છે, ત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલના ભોજનમાં એક દર્દીની થાળીમાં આવેલી રોટલીમાં મરેલો મકોડો નીકળ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં મીડિયાને અંદર જવા પર પ્રતિબંધ છે, પરંતુ સિવિલની બેદરકારી સામે આવી છે. ભોજનમાં મરેલો મકોડો નીકળ્યાનો વીડિયો સામે આવ્યો છે. મોટી મોટી વાતો કરતી સિવિલ હોસ્પિટલની […]

Bhavesh Bhatti

|

Sep 11, 2020 | 7:10 PM

એક તરફ સિવિલમાં જમવાનું સારૂ આવતું હોવાના સત્તાધીશો બણગા ફૂંકી રહ્યા છે, ત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલના ભોજનમાં એક દર્દીની થાળીમાં આવેલી રોટલીમાં મરેલો મકોડો નીકળ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં મીડિયાને અંદર જવા પર પ્રતિબંધ છે, પરંતુ સિવિલની બેદરકારી સામે આવી છે. ભોજનમાં મરેલો મકોડો નીકળ્યાનો વીડિયો સામે આવ્યો છે. મોટી મોટી વાતો કરતી સિવિલ હોસ્પિટલની એક બાદ એક બેદરકારી સામે આવી રહી છે. રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ 11 દિવસ રાજકોટમાં રોકાયા હોવા છતાં સિવિલમાં કોઈ ફેરફાર આવ્યો નથી. દરરોજ મોતનો આંક વધી રહ્યો છે અને બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આરોગ્ય અગ્રસચિવની હાજરીમાં અને તેના મોનટરિંગમાં જ જો સિવિલની આવી દશા હોય તો આમાં દર્દીઓ શું કરે? તેવા સવાલો લોકોમાં ઉઠ્યાં છે.

આ પણ વાંચો: નોકરી કરતી મહિલાઓએ આ સમાચાર વાંચવા જરૂરી છે, મહિલાઓ માટે કંપની લાવી છે પિરિયડ પોલિસી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati