રાજકોટના જેતપુરમાં ખાતરના વજનમાં ગોલમાલ સામે આવ્યાં બાદ રાજ્યભરમાં ખાતરના ડેપો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એક બાદ એક સ્થળો પર ચેકિંગ દરમિયાન DAP ખાતરનું વજન 50 કિલોથી ઓછું આવતાં હવે આ કૌભાંડ રાજ્ય વ્યાપી હોવાના એંધાણ વર્તાય રહ્યાં છે. ત્યારે સુરતમાં તોલમાપ વિભાગના અધિકારીઓએ તપાસ કરી ખાતરનું વજન કરતાં વજન ઓછું હોવાનું સામે આવ્યું છે. ખાતરની તપાસ બાદ વજન ઓછું હોવાનું અધિકારીઓ જણાવી રહ્યાં છે.
મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં મગફળી અને તુવેર બાદ વધુ એક કૌભાંડ ખાતરનું સામે આવ્યું છે. રાજકોટના જેતપુરમાં GNFCના સરદાર DAP ખાતરમાં 500 ગ્રામથી 1.50 કિલો ખાતરની બોરીમાં વજન ઓછું નીકળતા ખેડૂત સમાજ તેમજ કિશાન કોંગ્રેસે ગોડાઉનમાં રેડ કરતા બધી બોરીમાં આ જ હાલત જોવા મળી. રાજકોટના જેતપુરમાં છઠ્ઠી મેના રોજ ખેડૂત ચેતનભાઈ દવારા DAP સરદાર ખાતર કિશન સુવિધા કેન્દ્ર ખાતે થી ખરીદ્યુ હતુ અને ખેડૂત દ્વારા પોતાના ઘરે આવી 40 બોરીની તોલ કરવામાં આવતા તમામ બોરીના વજનમાં 500 ગ્રામથી લઇને 800 ગ્રામ સુધીનું વજન ઓછુ લાગતા ગુજરાત ખેડૂત સમાજ ને જાણ કરતા આ તમામ કૌભાંડ બહાર આવ્યું હતું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]