ભારતના સૌથી અમીર વ્યક્તિ અંબાણી અને અદાણી, ટોચના 10 સૌથી અમીર વ્યક્તિની 60 ટકા વેલ્થ ચાર ગુજરાતી પાસે

હુરિન ઈન્ડિયાના ગ્લોબલ રીચ લિસ્ટમાં બતાવ્યા મુજબ ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 વર્ષના આંકડા જોઈએ તો 2013માં દેશમાં 49 બિલિયોનર્સ હતા.

ભારતના સૌથી અમીર વ્યક્તિ અંબાણી અને અદાણી, ટોચના 10 સૌથી અમીર વ્યક્તિની 60 ટકા વેલ્થ ચાર ગુજરાતી પાસે
India's richest man Ambani and Adani, top 10 richest people have 60% wealth in four Gujaratis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 1:04 PM

નબળી ગ્લોબલ ઈકોનોમી વચ્ચે પણ ભારતમાં અબજોપતિઓની(Billionaire) સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે જાહેર થયેલા હુરૂન M3M ગ્લોબલ રીચ લિસ્ટ મુજબ પાંચ વર્ષ પહેલા 2017માં ભારતમાં 100 અબજોપતિ હતા. તેની સામે 2022માં આ સંખ્યા વધીને 215 પર પહોંચી છે. ભારતના ટોચના 10 સૌથી અમીર વ્યક્તિઓ પાસે 361 અબજ ડોલર જેટલી સંપત્તિ છે. આમાંથી 60%થી વધુની સંપત્તિ આ લિસ્ટમાં સામેલ ચાર ગુજરાતીઓ (Gujarati) પાસે છે.

ભારતના ટોપ-10 અમીરોમાં ચાર ગુજરાતીનો સમાવશે

હુરૂન M3M ગ્લોબલ રીચ લિસ્ટ (Hurun M3M Global Rich List)મુજબ ભારતના ટોચના 10 અમીરોમાંથી 4 ગુજરાતીઓ છે. આ ચાર ગુજરાતીઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, દિલીપ સંઘવી અને ઉદય કોટક છે. (Mukesh Ambani, Gautam Adani, Dilip Sanghvi and Uday Kotak)જેમની પાસે કુલ 218 અબજ ડોલર (અંદાજે રૂ. 16.60 લાખ કરોડ)ની સંપત્તિ છે. લિસ્ટ મુજબ ભારતના ધનપતિઓમાં પહેલા અને બીજા સ્થાને મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

ગુજરાતી અરબપતિઓની સંપત્તિ એક દાયકામાં વધારો

ભારતના ટોપ-10 બિલિયોનર્સ લિસ્ટમાં આવતા ચાર ગુજરાતી ઉદ્યોગપતિઓની સંપત્તિમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન 100%થી લઈને 1830%નો વધારો થયો છે. દસ વર્ષમાં ગૌતમ અદાણીની વેલ્થ સૌથી વધુ 1830% જેટલી વધી છે. જ્યારે દિલીપ સંઘવીની વેલ્થ બમણી થઈ છે. તેવી જ રીતે 2021ની સરખામણીએ આ ચારેય ધનકુબેરોની વેલ્થમાં 7-153%નો વધારો થયો છે.

ગુજરાતમાં કુલ 12 અબજોપતિ છે.

હુરિન ઈન્ડિયાના ગ્લોબલ રીચ લિસ્ટમાં (Hurun M3M Global Rich List) સામેલ ગૌતમ અદાણી સહિત 12 ઉદ્યોગપતિઓ એવા છે જેઓ ગુજરાતમાંથી બિઝનેસ કરી રહ્યા છે. આ લોકો પાસે 1 અબજ ડોલર કરતાં વધુની નેટવર્થ છે. આમાં ઝાયડસ ગ્રૂપના પંકજ પટેલ, (Pankaj Patel of Zydus Group)નિરમાના કરશન પટેલ (Nirmana Karshan Patel)અને ટોરેન્ટ ગ્રૂપના સુધીર (Sudhir of Torrent Group)અને સમીર મહેતા (Sameer Mehta) પણ સામેલ છે. આ સિવાય ઈંટાસ ગ્રૂપના ચૂડગર ફેમિલી, (Chudgar family of Intas group)એસટ્રાલ પોલીના સંદીપ એન્જિનિયર (Sandeep Engineer of Astral Polly)અને કેડિલા ગ્રૂપના રાજીવ મોદીનો (Rajiv Modi of Cadila Group)પણ આ લિસ્ટમાં સમાવેશ કરાયો છે.

ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો

હુરિન ઈન્ડિયાના ગ્લોબલ રીચ લિસ્ટમાં બતાવ્યા મુજબ ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 વર્ષના આંકડા જોઈએ તો 2013માં દેશમાં 49 બિલિયોનર્સ હતા. તેની સરખામણીએ 2022માં 215 અબજોપતિ છે. કોરોનાના કપરા 2 વર્ષમાં પણ દેશમાં 77 અબજોપતિઓનો વધારો થયો છે.

આ પણ વાંચો : PAK vs AUS: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર બગડ્યો શોએબ અખ્તર, કહ્યું ઓસ્ટ્રેલિયાને થકાવવાનું નહીં પણ હરાવવાનું હતું

આ પણ વાંચો : મારિયા શારાપોવા અને માઈકલ શુમાકર વિરુદ્ધ પોલીસે ગુરુગ્રામમાં નોંધ્યો કેસ, જાણો શું છે મામલો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">