VIDEO: અમદાવાદના વરરાજા ફસાઈ ગયા પાકિસ્તાનમાં! જાણો કેવી રીતે ફસાયા?

VIDEO: અમદાવાદના વરરાજા ફસાઈ ગયા પાકિસ્તાનમાં! જાણો કેવી રીતે ફસાયા?

અમદાવાદના એક વ્યક્તિ સાથે એવી ઘટના બની કે, લગ્ન કરવા પાકિસ્તાન ગયા અને 7 મહિના સુધી ત્યાં જ ફસાઈ ગયા. મહામહેનતે અમદાવાદ પરત આવ્યા, પરંતુ પત્ની તો પાકિસ્તાનમાં જ રહી ગઈ. અમદાવાદમાં રહેતા અવિનાશ તલરેજા લગ્ન માટે પાકિસ્તાન ગયા હતા, ત્યાં તેમના શના નામની યુવતી સાથે વાજતે ગાજતે લગ્ન થયા. પરિવારે ધામધૂમથી માંગળિક પ્રસંગ સંપન્ન કર્યો, પરંતુ સમસ્યા ત્યારે સર્જાઈ જ્યારે કોરોના મહામારીના કારણે લૉકડાઉન લાગી ગયું. કોરોનાની મહામારીમાં લોકડાઉન લાગતા જ ભારત-પાકિસ્તાનની બોર્ડર પણ બંધ થઈ ગઈ. જેના કારણે અવિનાશ તેમના પત્ની અને માતા સાથે પાકિસ્તાનમાં ફસાઈ ગયા. જોકે 7 મહિનાની હેરાનગતી અને મહામહેનતે અવિનાશ અને તેમના માતા અમદાવાદ આવી ગયા. પરંતુ પત્ની સનાનું કોરોના દરમિયાન વિઝા એક્સપાયર થઈ ગયા જેના કારણે તે ભારત આવી શકી નહીં. શના હવે ગર્ભવતિ પણ છે અને પાકિસ્તાનમાં એકલી પણ. શનાના પતિ અવિનાશ અમદાવાદમાં છે તેને ભારત સરકારને રજૂઆત કરી છે કે, ભારત આવવા માટેની વ્યવસ્થા કરવામાં આવે. જેથી તે પોતાના પરિવાર સાથે રહી શકે.

આ પણ વાંચો: રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 


  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati