India Corona Breaking: દેશમાં કોરોનાનાં કેસમાં ફરી ઉછાળો, ગુજરાતમાં સ્થિતિ સુધરતા સાજા થનારા દર્દીઓ વધ્યા

India Corona Breaking: દેશમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે. દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક 4 લાખ 12 હજાર 373 નવા કેસ નોંધાયા છે તો ગઇકાલે એક જ દિવસમાં કોરોનાના 3,979 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો.

| Updated on: May 06, 2021 | 8:03 AM

India Corona Breaking: દેશમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે. દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક 4 લાખ 12 હજાર 373 નવા કેસ નોંધાયા છે તો ગઇકાલે એક જ દિવસમાં કોરોનાના 3,979 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો. દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 3 લાખ 30 હજાર 525 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી તો દેશમાં હાલ 35 લાખ 62 હજાર 700થી વધારે કેસ સક્રિય છે.

સતત વધતા ઘટતા કેસ વચ્ચે અને ત્રીજી લહેરની વાત વચ્ચે દેશ અને જ્યાં સંક્રમણનું પ્રમાણ વધારે છે ત્યાંનાં આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં થોડાક સમય સુધી કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યાર બાદ ફરીએકવાર કેસવધવા લાગતા કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. પ્રથમ સ્ટ્રેન વચ્ચે એડ થઈ રહેલા નવા નવા સ્ટ્રેનને લઈ આરોગ્ય વિભાગ હવે કોઈ કસર બાકી રાખવા નથી માગતું એટલે જ દેશનાં વિવિધ રાજ્યને પણ સજાગ રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

જો કે દેશમાં વધી રહેલા કેસ વચ્ચે ગુજરાત માટે થોડા રાહતનાં સમાચાર એ છે કે કોરોનાકાળમાં 3 મહિના બાદ પહેલીવાર સંક્રમિત દર્દીઓ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઇ છે. રાજ્યમાં 12,995 દર્દીઓ ડિસ્ચાર્જ થયા જ્યારે 12,955 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો જ્યારે 133 દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા. નવા મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 7,912 પર પહોંચ્યો છે.

તો 12,955 દર્દીઓ સાજા થવાની સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 4 લાખ 77 હજાર 391 પર પહોંચ્યો છે. જોકે રાજ્યમાં હજુ પણ 1 લાખ 48 હજાર 124 એક્ટિવ કેસ છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 792 પર પહોંચી છે. જોકે સૌથી મોટી રાહતની વાત એ છે કે રાજ્યમાં સાજા થવાના દરમાં ધીમે-ધીમે વધારો થઇ રહ્યો છે…અને પાછલા 24 કલાક દરમિયાન સાજા થવાનો દર વધીને 75.37 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યના શહેરોની જો વાત કરીએ તો,અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છેનવા 4,248 કેસ સાથે 23 દર્દીઓના મોત થયા છે તો સુરતમાં 1,466 કેસ સાથે 13 દર્દીઓના મોત નિપજ્યા જ્યારે વડોદરામાં પ્રથમવાર સંક્રમિતોની સંખ્યા એક હજારને પાર પહોંચી છે અને 1,107 કેસ સાથે 13ના મોત થયા. આ તરફ રાજકોટમાં સંક્રમણ ઘટ્યું હોય તેમ નવા 561 કેસ સાથે 16 દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા.

તો જામનગરમાં 14 દર્દીઓના મોત સાથે નવા 737 કેસ નોંધાયા તો જૂનાગઢમાં 9 અને ભાવનગરમાં 8 દર્દીઓના મોત થયા જ્યારે સાબરકાંઠામાં 5 અને બનાસકાંઠામાં 4 દર્દીના મોત થયા જ્યારે કચ્છમાં 2 દર્દીનો ભોગ કોરોનાએ લીધો આ તરફ મહેસાણા, પંચમહાલ, સુરેન્દ્રનગર, મહીસાગર, ખેડા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં 2-2 દર્દીના કોરોનાથી મોત થયા જ્યારે 11 શહેરોમાં કોરોનાથી એક-એક દર્દીનું મોત થયું..

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">