આજે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને વધુ ગાઢ બનાવતો પર્વ એટલે કે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા એટલે જ્ઞાનનો પર્વ. ગુરુ વંદનાના આ શ્રેષ્ઠ દિવસની રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી થઇ રહી છે. આજે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે આજે લોકો સામાન્ય રીતે મંદિરોમાં જઇને ભગવાનની પૂજા કરે છે, પોતાના ગુરુ પાસે જઇને તેને પગે લાગીને આશીર્વાદ મેળવે છે. પરંતુ કોરોનાકાળના લીધે લોકો સોશિયલ મીડિયા પર જ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યા છે અને પોતાના ગુરુના ઓનલાઇન જ આશીર્વાદ લઇ રહ્યા છે.
હિંદુ પુરાણો મુજબ ભગવાન શિવને બ્રહ્માંડના પ્રથમ ગુરૂ માનવામાં આવે છે. શનિ અને પરશુરામ તેમના બે શિષ્ય છે. શિવજીએ જ સૌ પહેલા ઘરતી પર સભ્યતા અને ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો. તેથી તેમને આદિદેવ અને આદિગુરૂ કહેવામાં આવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો