IND vs ENG Test : ડે-નાઈટ ટેસ્ટ પેહલા કોહલીની મીડિયા સાથે વાત, ગર્વની વાત છે કે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અહીંયા છે

IND vs ENG Test : ટીમ ઈન્ડિયા બંને મેચ જીતવાના માઈન્ડસેટ સાથે મેદાનમાં ઉતરશે. અમે રિયાલિટીમાં રહીને આવતીકાલ માટે તૈયારી કરીશું.

IND vs ENG Test : ડે-નાઈટ ટેસ્ટ પેહલા કોહલીની મીડિયા સાથે વાત, ગર્વની વાત છે કે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અહીંયા છે
IND vs ENG Test
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 23, 2021 | 5:23 PM

IND vs ENG Test: Team Indiaના સુકાની Virat Kohli એ ઇંગ્લેન્ડ સામે અમદાવાદના નવનિર્મિત Motera Stadium ખાતેની ડે-નાઈટ ટેસ્ટ પહેલાં મીડિયા સાથે વાત કરી. કોહલીએ કહ્યું કે, અમારા માટે ગર્વની વાત છે કે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અહીંયા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વાઇસ આ ગજબનું સ્ટેડિયમ છે. અમે ખુશ છીએ કે આટલું સુંદર સ્ટેડિયમ આપણા દેશમાં બન્યું. Pink Ball Swing થશે પરંતુ બહુ ઓછો થશે.

IND vs ENG Test

IND vs ENG Test

Motera Stadium ખાતે બેમાંથી એક ટેસ્ટ જીતવાની સાથે જ Virat kohli ઘરઆંગણે ભારતનો સૌથી સફળ ટેસ્ટ કપ્તાન થઈ જશે. બંનેએ અત્યારે દેશમાં સંયુક્તપણે 21-21 ટેસ્ટ જીતી છે. આ અંગે વિરાટે કહ્યું કે, મારી જવાબદારી Indian Cricket આગળ લઈ જવાની છે. વિરાટે જણાવ્યું કે તે પોતે ક્યારેય Records પર ધ્યાન આપતો નથી. જ્યારે તે મેદાનમાંથી પરત ફરે છે ત્યારે તેને ખબર પડે છે કે, રેકોર્ડ બન્યા છે. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે ભારતે 1 ટેસ્ટ જીતવી જરૂરી છે. જ્યારે 1 ડ્રો કરશે તો પણ ચાલશે. તો શું આ ટીમ ઇન્ડિયા માટે એડવાન્ટેજ સાબિત થશે? આ પ્રશ્નનો જવાબ આપતા કોહલીએ કહ્યું કે, ટીમ ઈન્ડિયા બંને મેચ જીતવાના માઈન્ડસેટ સાથે મેદાનમાં ઉતરશે. અમે રિયાલિટીમાં રહીને આવતીકાલ માટે તૈયારી કરીશું, જે અમે કરી છે. જ્યારે તમને ખબર નથી કે, આવતીકાલે શું થવાનું છે તો ફ્યુચરનું વિચારીને કોઈ ફાયદો નથી.

પિન્ક બોલ સાથેની મેચમાં ઓરેન્જ સીટ્સથી તકલીફ થશે કે કેમ? આ પ્રશ્નનો જવાબ આપતા કોહલીએ કહ્યું કે, મોટેરાની site screen broad છે. તેમજ સીટ એવા એન્ગલ્સ પર છે કે જ્યાં બેટ્સમેનનું ધ્યાન ન જાય. તેથી બેટિંગ કરતી વખતે ઓરેન્જ સીટ્સ શાઇન મારશે અને બેટ્સમેનને તકલીફ નહીં પડે. કોહલીએ કહ્યું કે, ટીમનો લક્ષ્ય ગુડ ક્રિકેટ રમવાનો છે. અમે ઇંગ્લેન્ડની તાકાત અને નબળાઈ વિશે નથી વિચારતા. અમે તેમના ઘરઆંગણે તેમને મદદ કરતી પરિસ્થિતિમાં જીત મેળવી છે. તેવામાં અમને ખબર છે કે જો સિમ ફ્રેન્ડલી ટ્રેક હશે તો એ સિમ ફ્રેન્ડલી અમારા બોલર્સ માટે પણ હશે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

ઉલ્લેખનીય છે કે ભારત પોતાની છેલ્લી પિન્ક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 36 રનમાં અને ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સામે 58 રનમાં ઓલઆઉટ થયું હતું. આ અંગે કોહલીએ કહ્યું કે, બંને ક્વોલિટી ટીમ છે. બંને માટે એ અનુભવ અલગ હતો. જ્યારે બધું તમારી વિરુદ્ધમાં થઈ રહ્યું હોય તો તમે કઈ કરી શકતા નથી. એડિલેડમાં 36 રનમાં ઓલઆઉટ થયા ત્યારે અમે માત્ર 45 મિનિટ ખરાબ રમ્યા હતા, તે સિવાય મેચમાં અમારો દેખાવ સારો હતો. એક ટીમ તરીકે અમને અઘરી પરિસ્થિતિમાંથી બહાર આવતા આવડે છે.

કોહલીએ કહ્યું કે, ક્રિકેટમાં દર્શકોનો રોલ બહુ મહત્વનો હોય છે. તમે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ કોઈપણ દેશમાં જાવ ક્રાઉડનું ટીમને જોરદાર સપોર્ટ હોય છે. એક બેટસમેન તરીકેનો અનુભવ કહું તો જ્યારે 30 હજાર દર્શક તમારી વિરુદ્ધ હોય અથવા હોમ ટીમને સપોર્ટ કરતા હોય તો તેની તમારી ગેમ પર અસર જરૂર થાય છે. 50 હજાર લોકો અને એમની એનર્જી ચોક્કસ મદદ કરે છે.

ઇશાંતની વાત કરતા તે જણાવે છે કે આવતીકાલે ઈશાંત પોતાની 100મી ટેસ્ટ રમશે. કોહલીએ કહ્યું કે, મેં અને ઇશાંતે સ્ટેટ ક્રિકેટ રમવાનું સાથે શરૂ કર્યું હતું. એ ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થયો ત્યારે મેં જ એને જાણ કરી હતી. બપોરનો સમય હતો અને મેં એને ઉઠાડીને કહેલું કે ભાઈ તું સિલેક્ટ થઈ ગયો છે. એ પહેલા માન્યો નહોતો. ઇશાંત પહેલેથી જ બહુ હાર્ડવર્કિંગ અને ઈમાનદાર રહ્યો છે. હું બહુ ખુશ છું કે તે પોતાની 100મી ટેસ્ટ રમી રહ્યો છે અને હું આ મેચનો ભાગ છું. કોઈ ફાસ્ટ બોલર 100 ટેસ્ટ રમે એટલે એ બેટ્સમેન 150 ટેસ્ટ રમે એવી વાત છે. ઇશાંત જેવા બોલરની હાજરીથી કપ્તાન તરીકે મને ફાયદો થાય છે. તે કન્સિસ્ટન્ટ એક જ લાઈન અને લેન્થથી બોલિંગ કરી છે. હું મારા પ્રિય મિત્ર માટે બહુ એક્સાઈટેડ છું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">