હિંમતનગર અને અમદાવાદમાં એશિયન સિરામીક્સ ગ્રુપ અને ખાનગી ફાયનાન્સ પેઢીમાં IT ના દરોડા, મોટા પાયે સર્ચઓપરેશન હાથ ધરાયુ

હિંમતનગર અને અમદાવાદમાં એશિયન સિરામીક્સ ગ્રુપ અને ખાનગી ફાયનાન્સ પેઢીમાં IT ના દરોડા, મોટા પાયે સર્ચઓપરેશન હાથ ધરાયુ
Asian Granito Limited અને ખાનગી ફાયનાન્સ પેઢીમાં IT સર્ચ

એશિયન સિરામીક્સ ગ્રુપ અને ખાનગી ફાયનાન્સ પેઢીમાં ઈન્કમટેક્સના વહેલી સવારથી દરોડા પડ્યા છે.

Avnish Goswami

| Edited By: kirit bantwa

May 26, 2022 | 12:13 PM

એશિયન સિરામીક્સ ગ્રુપ (Asian Granito Limited) અને ખાનગી ફાયનાન્સ પેઢીમાં ઈન્કમટેક્સ (Income Tax) ના વહેલી સવારથી દરોડા પડ્યા છે. હિંમતનગરમાં ગ્રુપના ડીરેક્ટરોના બંગ્લોઝ, ઓફીસો, ફેક્ટરીઓ અને શોરુમમાં વહેલી સવાર થી સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે. ખાનગી ફાયનાન્સ સિમંધર નામની પેઢી અમદાવાદ, મહેસાણા અને હિંમતનગરમાં ઓફીસો ધરાવે છે. જે પેઢી અને તેમના સંચાલકોને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને એશિયન ગ્રુપમાં મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. એશિયન ગ્રુપના ડીરેક્ટરોના બંગ્લોઝ ખાતે પણ મોટા પ્રમાણમાં અધિકારીઓ વહેલી સવારે આવી પહોંચ્યા હતા. આ સાથે જ પ્રાંતિજ નજીક આવેલ દલપુર અને કાટવાડ સિરામીક્સ ઝોનની ફેક્ટરીઓમાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિરામીક્સ જોન અને શહેરના ખાનગી ફાયનાન્સ પેઢીઓમાં આઇટીની કાર્યવાહી (IT Search) ના સમાચાર જાણીને ફફડાટ વ્યાપી ગયો હતો.

હિંમતનગર શહેરના મહાકાળી મંદિર રોડ પર આવેલા એશિયન પરિવાર બંગ્લોઝના મુખ્ય ગેટ પર વહેલી સવારથી એસઆરપીના જવાનોનો બંદોબસ્ત લગાવી દેવામાં આવ્યો હતો. આ સાથેજ અંદર રહેલા તમામ બંગલાઓમાં ઇન્કમટેક્ષના અધિકારીઓ અને કર્મચારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ ઉપરાંત પ્રાંતિંજ હિંમતનગર નેશનલ હાઈવે પર આવેલી એશિયન ગ્રુપની ફેક્ટરીઓ અને શો રુમમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. દલપુર પાસે આવેલા વિશાળ શો રુમ અને તેની પાસે રહેલી અમેઝોન સિરામીક્સ ફેક્ટરી જે હવે એશિયન ના સંચાલન હેઠળ હોવાને લઈ તેમાં પણ તપાસ હાથ ધરી હોવાનુ સુત્રો દ્વારા વિગતો સામે આવી રહી છે. આ ઉપરાંત સિરામીક ઝોનમાં આવેલી તેની મુખ્ય ફેક્ટરી અને ઓફીસમાં પણ સર્ચ ઓપરેશન જારી કરાયુ છે.

ખાનગી પેઢીઓમાં ફફડાટ

એશિયન ગ્રુપની અમદાવાદ અને તેની શાખાઓ રાજ્ય અને દેશમાં કેટલાક સ્થળો પર આવેલી છે. જેને લઈ અમદાવાદમાં આવેલી મુખ્ય કોર્પોરેટ ઓફીસમાં પણ ઇન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત સિમંંધર ફાયનાન્સની પેઢીની મુખ્ય ઓફીસ પણ અમદાવાદમાં આવેલી છે, તેની અમદાવાદ અને હિંમતનગરમાં આવેલી બ્રાન્ચમાં પણ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસના પગલે સ્થાનિક સિરામીક ઝોન અને ફાયનાન્સ પેઢીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જેને લઈ કેટલીક ફાયનાન્સ પેઢીઓએ સવારે ઓફીસો ખોલવામાં પણ વાર લગાવી દીધી હતી.

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati