ઢોર નિયંત્રણ કાયદાના વિરૂદ્ધમાં માલધારી સમાજ લડી લેવાના મૂડમાં, દહેગામ પાસેના ઝાંક ગામમાં માલધારી મહાપંચાયતની બેઠક મળી

નરોડા-દહેગામ રોડ પરના ઝાંક ગામે માલધારી મહાપંચાયતની બેઠકમાં માલધારી સમાજના આગેવાનો અને સંતો ઉપસ્થિત રહ્યાં હતા. માલધારી સમાજે સરકારને આપેલી મુદતના 25 દિવસ પૂરા થતાં બેઠક બોલાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 11:56 AM

ઢોર નિયંત્રણ કાયદાના વિરૂદ્ધમાં માલધારી સમાજ લડી લેવાના મૂડમાં છે. ઢોર નિયંત્રણ કાયદાને મોકૂફ રાખ્યા બાદ સરકારે સરકારે કોઈ યોગ્ય વિકલ્પ ન આપતાં માલધારી સમાજ લડી લેવાના મૂડમાં છે. સરકારે 15 દિવસમાં નિર્ણય જાહેર કરવાની ખાતરી આપી હતી પરતું 25 દિવસ વીતી જવા છતાં કોઈ જાહેરાત ન કરાતાં માલધારી સમાજમાં રોષ વ્યાપ્યો છે. આજે દહેગામ પાસેના ઝાંક ગામમાં માલધારી મહાપંચાયતની બેઠક મળવા જઈ રહી છે. જેમાં રાજ્યભરમાંથી માલધારી સમાજના આગેવાનો આવશે. બેઠકમાં જે રણનીતિ ઘડાશે તે અંગેની જાહેરાત કરવામાં આવશે. માલધારી સમાજના પ્રવક્તા નાગજી દેસાઈએ આક્ષેપ કર્યો કે સરકાર આંદોલન તોડવાના પ્રયત્નો કરી રહી છે. પરંતુ આંદોલન તૂટશે નહીં. જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલશે.

નરોડા-દહેગામ રોડ પરના ઝાંક ગામે માલધારી મહાપંચાયતની બેઠકમાં માલધારી સમાજના આગેવાનો અને સંતો ઉપસ્થિત રહ્યાં હતા. માલધારી સમાજે સરકારને આપેલી મુદતના 25 દિવસ પૂરા થતાં બેઠક બોલાવી છે. સરકારે બનાવેલા નવા ઢોર નિયંત્રણ કાયદાથી માલધારી સમાજને નુકશાન થતું હોવાનો આરોપ લગાવાઈ રહ્યું છે.

રાજ્યના મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરના આતંકથી પ્રજા પરેશાન છે. આ તરફ સુરેન્દ્રનગરના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામમાં પણ આવું જ જોવા મળ્યું. અહીં મુખ્યમાર્ગ પર બે આખલા બાખડ્યા હતા. જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોએ રસ્તો બદલીને બીજા રસ્તેથી જવાની ફરજ પડી હતી. આખલા સહિતના રખડતા ઢોરને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ત્યારે શહેર અને ગામડાઓમાં રખડતા ઢોરને પકડીને પાંજરે પૂરવા માટેની ઉગ્ર માગ ઉઠી છે.

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">