ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, કુલ 184 બેઠકોમાંથી 136 પર જીત

ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાં 41 બેઠક પર ભાજપે જીત મેળવી છે. જયારે કોંગ્રેસને 2 અને આપ પક્ષને 1 બેઠક મળી છે. અમદાવાદ મનપાની ઇસનપુર-ચાંદખેડા બંને બેઠકો ભાજપે કબ્જે કરી છે. જિલ્લા પંચાયતના ચૂંટણી પરિણામોમાં કુલ 8 બેઠકોમાંથી ભાજપને 5 બેઠક મળી છે. જયારે અન્ય 3 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. તાલુકા પંચાયતની કુલ 48 બેઠકમાંથી ભાજપને ફાળે 28 બેઠકો આવી છે. જયારે કોંગ્રેસના ફાળે 14, અપક્ષને 2 અને અન્યને 1 બેઠક મળી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, કુલ 184 બેઠકોમાંથી 136 પર જીત
In the local body elections in Gujarat, the BJP won saffron, winning 136 out of 184 seats

આજે ગાંધીનગર મહાનગરપાલિકા સાથે નગરપાલિકા અને તાલુકાપંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં થરા નગરપાલિકાના 5 વોર્ડ, ભાણવડના 6 વોર્ડ અને ઓખા પાલિકાના 9 વોર્ડનું ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે.

ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાં 41 બેઠક પર ભાજપે જીત મેળવી છે. જયારે કોંગ્રેસને 2 અને આપ પક્ષને 1 બેઠક મળી છે.

અમદાવાદ મનપાની ઇસનપુર-ચાંદખેડા બંને બેઠકો ભાજપે કબ્જે કરી છે.

જિલ્લા પંચાયતના ચૂંટણી પરિણામોમાં કુલ 8 બેઠકોમાંથી ભાજપને 5 બેઠક મળી છે. જયારે અન્ય 3 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. જેમાં કરંજવેલ, વાંઘરોલી, નાંદોજ, નાંદેજ, રૂમલા બેઠક ભાજપે જીતી છે. જયારે શિવરાજપુર, સાણંથલી, ગોવિંદપરા બેઠક કોંગ્રેસે જીતી લીધી છે.

તાલુકા પંચાયતની કુલ 48 બેઠકમાંથી ભાજપને ફાળે 28 બેઠકો આવી છે. જયારે કોંગ્રેસના ફાળે 14, અપક્ષને 2 અને અન્યને 1 બેઠક મળી છે. 3 બેઠકો પર ચૂંટણી રદ થઇ છે.

ભાણવડ નગરપાલિકા 
25 વર્ષે કોંગ્રેસની જીત
કુલ બેઠક 24
કોંગ્રેસ 16
ભાજપ 8

ઓખા નગરપાલિકા
કુલ બેઠક 36
ભાજપ 34
કોંગ્રેસ 2

થરા નગરપાલિકા 
કુલ સીટ 24
ભાજપ 20
કોંગ્રેસ 4

નગર પાલિકાના ચૂંટણી પરિણામો

ઉમરગામ નગરપાલિકા વોર્ડ – 3માં ભાજપની જીત
વલસાડ નગરપાલિકા વોર્ડ – 5માં ભાજપની જીત
વલસાડ નપા વોર્ડ – 1માં ભાજપના 2 ઉમેદવાર જીત્યા
વલસાડ નગરપાલિકા વોર્ડ – 2માં અપક્ષની જીત
વડનગર નગરપાલિકા વોર્ડ – 7માં ભાજપની જીત
મહેસાણા નપા વોર્ડ – 11માં ભાજપની જીત
ખેડા નગરપાલિકા વોર્ડ – 1 અને 6માં ભાજપની જીત
ડાકોર નપા વોર્ડ – 1, 4માં અપક્ષ, વોર્ડ – 6, 7માં ભાજપ
ઉપલેટા નગરપાલિકા વોર્ડ – 5માં કોંગ્રેસની જીત
વિસાવદર નગરપાલિકા વોર્ડ – 1માં ભાજપની જીત
સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ – 6માં ભાજપની જીત
લુણાવાડા નગરપાલિકા વોર્ડ – 5 અને 7માં ભાજપની જીત
લુણાવાડા નગરપાલિકા વોર્ડ – 4માં કોંગ્રેસની જીત
ભચાઉ નગરપાલિકા વોર્ડ – 2માં ભાજપની જીત
ભરૂચ નગરપાલિકા વોર્ડ – 10માં AIMIMની જીત
લીંબડી નગરપાલિકા વોર્ડ – 5માં ભાજપની જીત
માણસા નગરપાલિકા વોર્ડ – 4માં ભાજપની જીત
મોડાસા નપા વોર્ડ – 2માં ભાજપ ઉમેદવારની જીત
ધાનેરા નગરપાલિકા વોર્ડ – 4માં કોંગ્રેસની જીત
તળાજા નપા વોર્ડ – 4, 6માં ભાજપની જીત
ગણદેવી નગરપાલિકા વોર્ડ – 3માં ભાજપની જીત
બીલીમોરા નગરપાલિકા વોર્ડ – 6માં ભાજપની જીત

તાલુકા પંચાયત પરિણામ

ભાવનગરની કોળિયાક તા.પં. બેઠક પર કોંગ્રેસની જીત
સતલાસણાની રાણપુર તા.પં.માં કોંગ્રેસની જીત
મહેસાણાની વડસ્મા તા.પં. બેઠક પર કોંગ્રેસની જીત
અરવલ્લીની હઠીપુરા તા.પં. બેઠક પર ભાજપની જીત
અરવલ્લીની ઉબસલ તા.પં.માં AAPની જીત
અમીરગઢની ધનપુરા તા.પં. બેઠક કોંગ્રેસની જીત
દાંતાની જીતપુર, કુંભારીયા તા.પં. બેઠક કોંગ્રેસે જીતી
દાહોદની આગાવાડા અને કેલિયા તા.પં. બેઠક ભાજપે જીતી
દાહોદની સીમળીયા તા.પં. બેઠક પર અપક્ષની જીત
સાબરકાંઠાની ધડકણ તા.પં. બેઠક પર ભાજપની જીત
હિંમતનગરની પરબડા તા.પં. બેઠક પર ભાજપની જીત
ખેડાની મહેલજ તા.પં. બેઠક પર કોંગ્રેસની જીત
નડીયાદની જાવોલ તા.પં. બેઠક પર કોંગ્રેસની જીત
ખેડાની ભલાડા તા.પં. બેઠક પર આમ આદમી પાર્ટીની જીત
ખેડાની રઢુ તા.પં. બેઠક પર ભાજપની જીત
ગોધરાની નદીસર તા.પં. બેઠક પર ભાજપની જીત
મોરબીની રણછોડગઢ તા.પં. બેઠક પર ભાજપની જીત
મોરબીની ત્રાજપર તા.પં. બેઠક પર કોંગ્રેસની જીત
સાણંદની પીંપળ તા.પં. બેઠક પર ભાજપની જીત
સાણંદની ઝાંપ તા.પં. બેઠક પર ભાજપની જીત
ભરૂચની નિકોરા તા.પં. બેઠક પર ભાજપની જીત
બાલાસિનોરની પાંડવા તા.પં. બેઠક ભાજપે જીતી
સોનગઢની ખેરવાડા તા.પં. બેઠક પર ભાજપની જીત
વ્યારાની કેળકુઈ તા.પં. બેઠક પર ભાજપની જીત
વ્યારાની બાલપુર તા.પં. બેઠક પર ભાજપની જીત
સાવલીની પોઈચા તા.પં. બેઠક પર ભાજપની જીત
વડોદરાની રાયપુરા તા.પં. બેઠક પર ભાજપની જીત
રાધનપુરની ચલવાડા તા.પં. બેઠક પર કોંગ્રેસની જીત
વાંસદાની ઝરી તા.પં. બેઠક પર કોંગ્રેસની જીત

જિલ્લા પંચાયત પરિણામ

ખેડાની વાંઘરોલી જિ.પં. બેઠક પર ભાજપની જીત
ગીરસોમનાથની ગોવિંદપરા જિ.પં. બેઠક કોંગ્રેસે જીતી
રાજકોટની શિવરાજપુર, સાણંથલી જિ.પં. બેઠક કોંગ્રેસે જીતી
અરવલ્લીની નાંદોજ જિ.પં. બેઠક પર ભાજપની જીત
નવસારીની રૂમલા જિ.પં. બેઠક પર ભાજપની જીત
જૂનાગઢ મનપાની વોર્ડ – 8માં કોંગ્રેસની જીત
કોંગ્રેસના ઉમેદવાર રજાક હાલા જીત્યા

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati