અમદાવાદમાં આજના દિવસે ફટાકડાના લીધે આગના કુલ નવ બનાવો બન્યા છે. જ્યારે અન્ય કારણોસર આગના 4 બનાવો બન્યા છે. સદનસીબે ગઈકાલ રાતથી અત્યાર સુધી ફટાકડાના લીધે આગના બનાવો બન્યા છે. તેમાં કોઈ પણ જાનહાનિના સમાચાર નથી. ફટાકડાના લીધે મોટા ભાગની આગ કચરામાં લાગી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
બનાવોના વિસ્તારોમાં ચંગોદર એસ્ટેટ, નવરંગપુરા, સેટેલાઈટ, સરખેજ, સાઉથ બોપલ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. ચંગોદર એસ્ટેટમાં ગિફ્ટ આર્ટિકલની ફેક્ટરીમાં આગ લાગી તો નવરંગપુરા અંબે માતા મંદિર પાસે ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. તો સેટેલાઇટમાં બીમાનગર, સરદારનગરની રાધે સોસાયટી, કુબેરનગરમાં સાબરમતી બજાર પાસે કચરામાં આગ લાગી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો