આવશ્યક સેવાઓ સાથે 7 દિવસનું સંપૂર્ણ લોકડાઉન કરવાની જરૂર: ડૉ. હિરલ શાહ  

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6,000થી વધુ કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદ અને સુરત શહેરમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સુરતમાં રોજના અંદાજે 5,000થી વધુ ઈન્જેક્શનની માગ ઉઠી રહી છે.

  • Kunjan Shukal
  • Published On - 12:17 PM, 14 Apr 2021

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6,000થી વધુ કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદ અને સુરત શહેરમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સુરતમાં રોજના અંદાજે 5,000થી વધુ ઈન્જેક્શનની માગ ઉઠી રહી છે. ઈન્જેક્શન માટે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા ગોઠવવાની જરૂર ઉભી થઈ છે.

 

 

ત્યારે ઓક્સિજન વિતરણ માટે વ્યવસ્થા સારી હોવાનું ડૉ. હિરલ શાહે (Dr Hiral Shah) જણાવ્યું છે. જ્યારે લોકડાઉન (Lockdown) કરવું જરૂરી છે, સરકાર તે બાબતે પણ વિચાર કરે તેવું ડૉ. હિરલ શાહે જણાવ્યું છે. આવશ્યક સેવાઓ સાથે 7 દિવસના સંપૂર્ણ લોકડાઉન કરવાની જરૂર છે. કોરોના વાઈરસના સંક્રમણના વધતા ખતરાને રોકવા માટે સરકાર પાસે આ પ્રકારની માંગણી ડૉ. હિરલ શાહે કરી છે.

 

 

છેલ્લા 24 કલાકમાં 6,690 કેસ

રાજ્યમાં 13 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 6,690 કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 67 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 23, સુરતમાં 25 (3 મૃત્યુ જિલ્લામાં),રાજકોટમાં 7( 2 મૃત્યુ જિલ્લામાં),વડોદરામાં 4, બનાસકાંઠામાં 2, આણંદ-ભરૂચ-છોટાઉદેપુર-સાબરકાંઠા-ગાંધીનગર-જુનાગઢમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,922 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,60,206 થઈ છે.

 

અમદાવાદમાં 2,251 અને સુરતમાં 1,264 કેસ

રાજ્યમાં 13 એપ્રિલે મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 2,251, સુરતમાં 1,264, રાજકોટમાં 529, વડોદરામાં 247, જામનગરમાં 187, ભાવનગરમાં 71, ગાંધીનગરમાં 54 અને જુનાગઢમાં 65 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવાનો ક્રમ યથાવત રહ્યો છે. અમદવાદમાં પહેલીવાર 2,000 કરતા વધુ નવા કેસ સામે આવ્યા છે.

 

આ પણ વાંચો: પરિસ્થિતિ વણસી: હોસ્પિટલમાં ભરતી થયાના 48 કલાકમાં દર બીજા દર્દીનું થઇ રહ્યું છે મોત