Gujarat Top News : રાજ્યમાં વરસાદ કે કોરોનાને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

રાજ્યના 16 જિલ્લા કોરોનામુક્ત થયા,71 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો,પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહના બંગલાને લઈને વિવાદ તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News : રાજ્યમાં વરસાદ કે કોરોનાને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
Gujarat Top News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 6:15 PM

1. ગુજરાતના 16 જિલ્લા કોરોનામુક્ત થયા, રાજ્યમાં કુલ 150 એક્ટિવ કેસ

રાજ્યમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. 31 ઓગષ્ટના રોજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 નવા કેસ સામે આવ્યાં, તો આ સાથે જ 12 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં. આ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 150 થયા છે. સાથે રાજ્યના કુલ 16 જિલ્લા કોરોનામુક્ત થયા છે.

આ સમાચાર વિગતવાર વાંચો: ગુજરાતના 16 જિલ્લા કોરોનામૂક્ત થયા, કુલ 150 એક્ટીવ કેસ 17 જિલ્લામાં, જાણો તમારા જિલ્લાની સ્થિતિ

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

2.રાજ્યમાં 71 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 71 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે,જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 16 ઇંચ જેટલો, વાપીમાં 8 ઈંચ, માંગરોળમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  MONSOON 2021 : રાજ્યમાં 71 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

3.રાજ્યમાં આજે સામાન્યથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ ભારે તો નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Gujarat : આજે સામાન્યથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, કયાં પડશે ભારે વરસાદ ?

4.ગીરસોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેડૂતોમાં આનંદ, સુકાતા પાકને મળ્યું જીવનદાન 

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ગીરસોમનાથ જિલ્લામાં બુધવારે વહેલી સવારથી જ મેઘમહેર થઇ છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા, સૂત્રાપાડા, કોડિનાર, ઉના, ગીરગઢડામાં વરસાદ નોંધાયો છે, ત્યારે હાલ ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  GIR SOMNATH : જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદ, સુકાતા પાકને જીવનદાન મળ્યું

5.ગોંડલ, જેતપુર, ઉપલેટા અને જસદણમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ

રાજકોટ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં વહેલી સવારે બે કલાકમાં 1 ઈંચ વરસાદ પડતા કેટલાક નીચાણવાળા સ્થળે પાણી ભરાયા, તો ધોરાજીના તોરણીયા, જમનાવડ, પરબડી, મોટીમારડ, ભુખી વેગળી સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો.ઉપરાંત ઉપલેટા અને જસદણના ગ્રામ્ય પંથકમાં કાચુ સોનું વરસતા ખેતીને નવજીવન મળ્યું છે.

આ સમાચાર વિગતવાર વાંચો:   RAJKOT : ગોંડલ, જેતપુર, ઉપલેટા અને જસદણમાં વરસાદ, અંડરબ્રીજમાં કાર પાણીમાં ડૂબી

6.રાજકોટના રાજવી પરિવારમાં વારસાઇ મિલકતનો વિવાદ, રાજવી પરિવારની મિલકત જાણીને તમે ચોંકી જશો

રાજકોટના રાજવી પરિવારમાં વારસાઇ મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો છે,ત્યારે રાજવી પરિવારની મિલકત વિશે વાત કરવામાં આવે તો હીરા ઝવેરાત, અનેક જમીનો, 10 વિન્ટેજ કાર, ચાંદીની બગીઓ, એન્ટિક હથિયાર અને ફર્નિચર, જુના આભૂષણો-ઝવેરાત, અનેક મંદિર અને ટ્રસ્ટ છે,જેની કિંમત પણ કરોડોમાં છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : રાજવી પરિવારમાં વારસાઇ મિલકતનો વિવાદ, રાજવી પરિવારની મિલકત જાણીને તમે ચોંકી જશો

7.આવતીકાલથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થશે, કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવશે

કોરોના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યમાં ગુરૂવારથી ધો-6થી 8ના વર્ગો શરૂ થશે. તેના માટે અમદાવાદ સહિત અનેક શહેરોમાં શાળાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat : આવતીકાલથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થશે, કોરોના ગાઇડલાઇનનું શાળાઓએ કરવું પડશે ચુસ્ત પાલન

8.અમદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવા કોર્પોરેશન પાર્કિંગ પોલિસી જાહેર કરશે

ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરમાં અને જગ્યાએ ફ્લાયઓવર બ્રિજ અને અંડર બ્રિજ બનાવવામાં આવ્યા છે. ત્યારે કોર્પોરેશન વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગના વ્યવસ્થાપન અને નિયમન માટે કોર્પોરેશન દ્વારા મુસદ્દારૂપ પાર્કિંગ પોલિસી તૈયાર કરવામાં આવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad : ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવા કોર્પોરેશન પાર્કિંગ પોલિસી જાહેર કરશે

9.પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહના બંગલાને લઈને વિવાદ સર્જાયો

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો ગાંધીનગર સ્થિત બંગલો વિવાદમાં આવી ગયો છે. આ બંગલાના વેચાણના સોદામાં તેમની પુત્રી અલ્કા પટેલે વારસાઈ હક માગ્યો છે.જેથી બંગલાને લઈને વિવાદ સર્જાયો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gandhinagar : પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહના બંગલાને લઈ વિવાદ, બંગલાના વેચાણના સોદામાં પુત્રીએ માગ્યો હક

10.સુરતમાં સાયબર ક્રાઇમનો વરવો કિસ્સો, કિડની કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો

સુરત સાયબર પોલીસ દ્વારા કિડનીના નામે રુપિયા પડવાતા હોવાનો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતમાં કરોડો રૂપિયામાં કિડની ખરીદવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર નાઈજીરીયન હરિયાણાથી ઝડપાયો અને તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Surat : સાયબર ક્રાઇમનો વરવો કિસ્સો, કિડની કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">