નવા કૃષિ કાયદાની અસર રાજકોટમાં ? MARKET YARD ના લાયસન્સ રીન્યુ કરવાની સત્તા જિલ્લા રજીસ્ટ્રારને

કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાની ( new agricultural law ) અસર રાજકોટમાં ( RAJKOT ) જોવા મળી રહી હોવાનો ગણગણાટ વેપારીઓમાં થઈ રહ્યો છે. માર્કેટયાર્ડના ( MARKET YARD ) સત્તાધીશો પાસેથી, વર્તમાન લાયસન્સ ધારકોના લાયસન્સ ( License ) રીન્યુ કરવાની અને નવા લાયસન્સ આપવાની સત્તા છીનવાઈ ગઈ છે.

| Updated on: Jan 18, 2021 | 6:24 PM

કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાની (new agricultural law) અસર રાજકોટમાં ( RAJKOT ) જોવા મળી રહી હોવાનો ગણગણાટ વેપારીઓમાં થઈ રહ્યો છે. માર્કેટયાર્ડના ( MARKET YARD ) સત્તાધીશો પાસેથી, વર્તમાન લાયસન્સ  ધારકોના લાયસન્સ ( License) રીન્યુ કરવાની અને નવા લાયસન્સ આપવાની સત્તા છીનવાઈ ગઈ છે. રાજકોટ બેડીયાર્ડના 800થી વધુ વેપારીઓ, કમિશન એજન્ટના લાયસન્સ નવા કૃષિ કાયદા હેઠળ, બેડીયાર્ડના સત્તાધીશો  રીન્યુ નહી કરી શકે. કેન્દ્રના નવા કૃષિ કાયદા અન્યવે, કમિશન એજન્ટ સહીતના લાયસન્સ રીન્યુ કરવાની સત્તા જિલ્લા રજીસ્ટ્રારને સોપવામાં આવી છે. બેડીયાર્ડના વેપારીઓ અને કમિશન એજન્ટ લાયસન્સ રીન્યુ કરવા બાબતે સત્તા યથાવત રાખવા માટે સરકાર યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ કરી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">