એન્જિનિયર મહિલાએ મશરૂમની ખેતીથી કરી લાખોની કમાણી, જાણો કેવી રીતે?

થોડા વર્ષો પહેલા અંજનાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કેવીકે) દ્વારા આયોજિત ચાર દિવસીય ‘મશરૂમ ફાર્મિંગ દ્વારા ઉદ્યોગ સાહસિક વિકાસ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમાંથી પ્રેરણા લઈ ખેતીની શરૂઆત કરી. અંજનાએ તેના પાર્કિંગ શેડની 10 X 10 ફૂટની જગ્યાને વાંસ અને ગ્રીન શેડ નેટથી ઘેરી લીઈ ખેતી શરૂ કરી. પ્રથમ બે માસમાં 140 કિલો મશરૂમનું ઉત્પાદન […]

એન્જિનિયર મહિલાએ મશરૂમની ખેતીથી કરી લાખોની કમાણી, જાણો કેવી રીતે?
Bhavesh Bhatti

|

Nov 30, 2020 | 7:21 PM

થોડા વર્ષો પહેલા અંજનાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કેવીકે) દ્વારા આયોજિત ચાર દિવસીય ‘મશરૂમ ફાર્મિંગ દ્વારા ઉદ્યોગ સાહસિક વિકાસ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમાંથી પ્રેરણા લઈ ખેતીની શરૂઆત કરી. અંજનાએ તેના પાર્કિંગ શેડની 10 X 10 ફૂટની જગ્યાને વાંસ અને ગ્રીન શેડ નેટથી ઘેરી લીઈ ખેતી શરૂ કરી. પ્રથમ બે માસમાં 140 કિલો મશરૂમનું ઉત્પાદન કર્યું અને 30,000 રૂપિયાની કમાણી કરી. અંજના છેલ્લા 3 વર્ષથી મશરૂમની ખેતી કરે છે અને ગયા વર્ષે 2 લાખ રૂપિયાથી વધુનો નફો મેળવ્યો હતો.

આ પણ વાંચો: વડોદરા: ચા પીવો.. માસ્ક મેળવો! 10 રૂ.ની ચા સાથે 10 રૂ.નું માસ્ક મફત

મશરૂમની ખેતી કરવાના 6 સ્ટેપ્સ જાણીએ

1. ડાંગર અથવા ઘઉંનો ભૂકો 5 કલાક પાણીમાં પલાળી રાખો તેનાથી તે સ્વચ્છ અને નરમ થશે. 2. સૂક્ષ્મજીવને મારવા માટે 100 ડિગ્રી તાપમાન સુધી ભુસાને ગરમ કરો. 3. ભુસાને પાણીમાં સામાન્ય તાપમાન સુધી ઠંડુ થવા દો અને તેને ધાબળો અથવા થર્મોકોલથી ઢાંકી દો. 4. ભુસાને આખી રાત સુકવવા દો. 5. બીજને ભુસા સાથે મિક્સ કરો અને તેને પોલિથીન બેગમાં સજ્જડ રીતે બાંધી દો અને 18 દિવસ સુધી આવી જ રીતે રહેવા દો. 6. એકવાર મશરૂમ ઉગવા લાગે ત્યારબદ બેગને કાઢી અને કાળજીપૂર્વક દરેક મશરૂમને મૂળથી ઉખાડી કાઢી લો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પ્રક્રિયામાં લગભગ 25 દિવસ લાગે છે અને 10 કિલો બીજ રોપવાથી 45 કિલો મશરૂમનું ઉત્પાદન થઈ શકે છે. પ્રક્રિયા સરળ છે પરંતુ તાપમાન, ભેજ અને બીજની ગુણવત્તા વગેરેની કાળજી લેવી પડશે. મશરૂમમાં ચેપની સમસ્યાનો સામનો કરવા માટે અંજના લીમડાના તેલનો ઉપયોગ કરે છે, જ્યારે તે મશરૂમના બીજને ભેજથી બચાવવા માટે વધારાના ભીના પડદાથી ગ્રીન શેડની જાળી ઢાંકી દે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઘરે મશરૂમની ખેતી શરૂ કરવા માટે ઓછામાં ઓછી 10 × 10 ફૂટ જગ્યા હોવી જોઈએ અને તેમાં 400 રૂપિયા રોકાણ કરવું પડે છે. કોઈપણ નર્સરી અથવા બાગાયતી કેન્દ્રમાં કાચી સામગ્રી સરળતાથી મળી રહે છે. એક કિલો મશરૂમ ઉગાડવા માટે અડધો કિલો ડાંગર અથવા ઘઉં અને 50 ગ્રામ બીજની જરૂર છે. તેને દરરોજ લગભગ 5 લિટર પાણીની જરૂર પડે છે.

અંજનાએ આંગણવાડી કાર્યકરો અને સ્થાનિક છૂટક દુકાનદારો પાસે તેમના મશરૂમના માર્કેટિંગ માટે સંપર્ક કર્યો. તેઓ મશરૂમ તો વેચે છે સાથે તેના સ્વાસ્થ્ય લાભો વિશે પણ માહિતગાર કરે છે. અંજના મશરૂમના વેચાણને વધુ સરળ બનાવવા માટે મશરૂમની ચિપ્સ, અથાણાં અને પાવડર જેવા મૂલ્યવર્ધક ઉત્પાદનો બનાવવાનું વિચારી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati