ફ્રીજ વગર પણ કોથમીરને કેવી રીતે રાખશો તાજી ? વાંચો આ કિચન હેક્સ

ફ્રીજ વગર પણ કોથમીરને કેવી રીતે રાખશો તાજી ? વાંચો આ કિચન હેક્સ

કોથમીર કોઈપણ રેસિપીનો સ્વાદ વધારે છે. ખાસ કરીને શાકભાજીનો સ્વાદ કોથમીરથી વધી જાય છે. પણ કોથમીરની મોટી સમસ્યા એ છે કે ફ્રિજમાં રાખ્યા પછી પણ તેની તાજગી 2-3 દિવસમાં જતી રહે છે. એવામાં અમે તમને કેટલીક કિચન ટિપ્સ આપીએ છીએ જેનાથી તમારા ત્યાં ફ્રિજ વગર કોથમીરને ફ્રેશ રાખી શકો છો. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

Parul Mahadik

| Edited By: TV9 Webdesk11

Oct 05, 2020 | 11:12 AM

કોથમીર કોઈપણ રેસિપીનો સ્વાદ વધારે છે. ખાસ કરીને શાકભાજીનો સ્વાદ કોથમીરથી વધી જાય છે. પણ કોથમીરની મોટી સમસ્યા એ છે કે ફ્રિજમાં રાખ્યા પછી પણ તેની તાજગી 2-3 દિવસમાં જતી રહે છે. એવામાં અમે તમને કેટલીક કિચન ટિપ્સ આપીએ છીએ જેનાથી તમારા ત્યાં ફ્રિજ વગર કોથમીરને ફ્રેશ રાખી શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1). જયારે પણ તમે બજારમાંથી તાજી કોથમીર લાવો ત્યારે તેના મૂળ અને પાનને અલગ અલગ કરી દો.
2). હવે તમારે એક કન્ટેનર લઈને તેમાં થોડું પાણી નાંખવાનું છે. અને એક ચમચી હળદર ઉમેરવાની છે.
3). તેમાં કોથમીરને અડધો કલાક પલાળીને રાખો.


4). ત્યારબાદ તેને બહાર કાઢીને સારી રીતે નેપકીનથી લૂછી કાઢો.
5). હવે એક બીજું કન્ટેનર લો, તેમાં એક પેપર ટોવેલ નાંખો. અને કોથમીરને તેમાં મૂકી દો. કોથમીરને બીજા પેપર ટોવેલ વડે ઢાંકી દો.
6). એ વાતનું ખાસ ધ્યાન રાખો કે કોથમીરના પાનમાં જરાક પણ પાણી ન રહે. કન્ટેનરને સારી રીતે બંધ કરી દો.
7). આવી રીતે તમે કોથમીરને એકથી બે અઠવાડિયા સુધી સાચવી શકો છો.

લીલી કોથમીરના ફાયદા :
-ડાયાબિટીસમાં ફાયદાકારક
-પાચનશક્તિ વધારે
-કિડનીના રોગમાં અસરકારક
-કોલેસ્ટ્રોલ ઓછું કરે
-આંખોની રોશની વધારે
-એનિમિયાથી રાહત અપાવે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati