ઘરકામ કરતી મહિલાએ 60 લાખ રૂપિયાનો ‘3 BHK’ ફ્લેટ ખરીદ્યો પણ લોન 10 લાખ રૂપિયાની, આવું કેવી રીતે ?

એક ઘરકામ કરતી મહિલાએ 10 લાખ રૂપિયાની લોન લઈને 60 લાખ રૂપિયાનો '3 BHK' ફ્લેટ ખરીદીને સોશિયલ મીડિયા પર લોકોને હેરાનમાં મૂકી દીધા છે.

ઘરકામ કરતી મહિલાએ 60 લાખ રૂપિયાનો 3 BHK ફ્લેટ ખરીદ્યો પણ લોન 10 લાખ રૂપિયાની, આવું કેવી રીતે ?
Image Credit source: AI Generated
| Updated on: Oct 10, 2025 | 9:25 PM

ભારતમાં ઘર ખરીદવું એ કોઈ નાની વાત નથી. સાતમ આસમાને પહોંચેલી મિલકતની કિંમતો, EMI અને ઇન્ટિરિયર ડેકોરેશનના વધારાના ખર્ચ વચ્ચે મોટાભાગના લોકો નવું ઘર ખરીદતા પહેલા વિચાર કરે છે. એવામાં, એક કન્ટેન્ટ ક્રિએટરની ઘરકામદાર મહિલા ફક્ત 10 લાખ રૂપિયાની લોનથી સુરતમાં 60 લાખ રૂપિયાનો 3BHK ફ્લેટ ખરીદવામાં સફળ થઈ, જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.


વાત એમ છે કે, સુરતમાં એક ઘરકામ કરતી મહિલાએ 10 લાખ રૂપિયાની લોન લઈને 60 લાખ રૂપિયાનો ‘3 BHK’ ફ્લેટ ખરીદીને સોશિયલ મીડિયા પર લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. બીજું કે, મહિલાએ ફર્નિચર માટેના 4 લાખ રૂપિયા પણ ચૂકવી દીધા છે.

60 લાખ રૂપિયાનો ફ્લેટ 10 લાખ રૂપિયાની લોનમાં કેવી રીતે ખરીદ્યો ?

X યુઝર નલિની ઉનાગરે પોસ્ટ શેર કરી, જે હવે વાયરલ થઈ રહી છે. તેની પોસ્ટમાં લખેલું છે કે, ઘરકામ કરતી મહિલા ખૂબ ખુશ દેખાતી હતી. ઘરકામ કરતી મહિલાએ મને કહ્યું કે, તેણે સુરતમાં ₹60 લાખનો 3BHK ફ્લેટ ખરીદ્યો છે, ફર્નિચર પર ₹4 લાખ ખર્ચ્યા છે અને ફક્ત ₹10 લાખની લોન લીધી છે. આ સાંભળીને મને ખરેખર આઘાત લાગ્યો. મેં વધુમાં પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, તે પહેલાથી જ નજીકના વેલંજા ગામમાં બે માળનું ઘર અને એક દુકાન ધરાવે છે, બંને ભાડા પર છે. હું ત્યાં થોડા સમય માટે બેસું છું.

ફાઇનાન્સિયલ પ્લાનિંગનું ઉત્તમ ઉદાહરણ

ચોંકાવનારી વાત એ છે કે, મહિલા પહેલેથી જ વેલંજા ગામમાં (ગુજરાત) બે માળનું ઘર અને એક દુકાન ધરાવે છે, જે બંને ભાડે આપેલ છે. નલિનીની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ છે. આ પોસ્ટને લઈને યુઝર્સે મહિલાની સ્માર્ટ ફાઇનાન્સિયલ પ્લાનિંગ, સેવિંગ માઇન્ડસેટ અને ધૈર્યની પ્રશંસા કરી.

જણાવી દઈએ કે, ઈન્ટરનેટ યુઝર્સે પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઘણા લોકોએ સમાન ઉદાહરણ શેર કર્યા, જેમ કે તેમના વિસ્તારમાં એક ચા સ્ટોલ માલિક પણ બે બંગલા ધરાવે છે અને તેના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે. બીજા લોકોએ કહ્યું કે, શિસ્ત અને સતત પ્રયત્ન જ સફળતાની ચાવી છે. સમય સાથે નાના પરંતુ નિયમિત પ્રયાસોથી પણ ફેરફાર જોવા મળે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો