હિંમતનગરની સીવીલ હોસ્પીટલમાં કોરોનાની સારવાર માટે ઉપયોગી દવા ખૂટી પડી, કોરોના દર્દીઓ માટે મુશ્કેલ સ્થિતી

સાબરકાંઠા જીલ્લાનાની હિંમતનગર સીવીલ હોસ્પીટલમાં કોરોનાની સારવાર માટે ઉપયોગી ટેબલેટની અછત વર્તાવા લાગી છે. કોરોનાની સારવાર માટે ઉપયોગી ગણાતી ફેવીપીવીર ટેબલેટ અંગે સ્ટોકને લઇને જાણકારી આરોગ્ય વિભાગને કરવા છતાં પણ ટેબલેટ નો જથ્થો મળી શક્યો નથી. તો બીજી તરફ સીવીલ હોસ્પીટલમાં જ 100 થી વધુ કોરોના અંગેના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જિલ્લા મુખ્ય સીવીલ […]

હિંમતનગરની સીવીલ હોસ્પીટલમાં કોરોનાની સારવાર માટે ઉપયોગી દવા ખૂટી પડી, કોરોના દર્દીઓ માટે મુશ્કેલ સ્થિતી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 30, 2020 | 7:20 AM

સાબરકાંઠા જીલ્લાનાની હિંમતનગર સીવીલ હોસ્પીટલમાં કોરોનાની સારવાર માટે ઉપયોગી ટેબલેટની અછત વર્તાવા લાગી છે. કોરોનાની સારવાર માટે ઉપયોગી ગણાતી ફેવીપીવીર ટેબલેટ અંગે સ્ટોકને લઇને જાણકારી આરોગ્ય વિભાગને કરવા છતાં પણ ટેબલેટ નો જથ્થો મળી શક્યો નથી. તો બીજી તરફ સીવીલ હોસ્પીટલમાં જ 100 થી વધુ કોરોના અંગેના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

જિલ્લા મુખ્ય સીવીલ દ્રારા પણ આ અંગે ઉચ્ચ સ્તરે જાણકારી આપી હતી. 15 દિવસ અગાઉ પણ દર્દીઓની સંખ્યાનુસાર સારવાર માટે જરુરૂી 20 હજાર જેટલી ટેબલેટ પુરી પાડવા માટે માંગ કરવામાં આવી હતી. આમ છતાં પણ માત્ર 2 હજાર ટેબલેટ ફાળવવામાં આવી હતી. આમ તે દવા પણ હવે પુર્ણ થવાને લઇને હવે કોરોના અંગે સારવાર કરવાને લઇને સ્થાનિક તબીબોને પણ મુશ્કેલીઓ નડી રહી છે. એક દર્દીને કોરોના પોઝોટીવ હોવા દરમ્યાન સાત દિવસમાં એક દર્દી ને 68 ટેબલેટ પ્રતિ સપ્તાહ જરુર રહેતી હોય છે. આમ 2 હજાર ટેબલેટ નો ઝથ્તો એ દર્દીઓ માટે મુશ્કેલ સ્થિતી ચીંધી રહી છે. અહી સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા અને રાજસ્થાનના દર્દીઓ પણ સારવાર લઇ રહ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જોકે હવે ફરી થી સીવીલ સત્તાવાળાઓ દ્રારા આ અંગે હવે ઉચ્ચ કક્ષાએ આરોગ્ય વિભાગને જાણ કરીને દવાની માગ કરી છે. તબીબો માટે પણ દર્દીઓ જલદી સ્વસ્થ થાય એમ સારવાર માટે રાત દિવસ મથતા રહેતા હોય છે. એવા સમયે જ હવે દવાઓની અછત પણ દર્દીઓ અને તબીબો બંને માટે ચિંતા ઉપજાવી રહી છે.  જોકે સીવીલના આરએમઓ ડો. એન.એમ શાહે આ અંગે પ્રતિક્રિયા આપી હતી કે જલદીથી સરકાર દ્રારા દવાનો જથ્થો પહોંચાડવામાં આવશે અને આ માટે સ્થાનિક સીવીલ તંત્ર દ્રારા આ માટે ટેબલેટની માંગણી પણ કરી દેવાઇ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">