Banaskantha: અંબાજીમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ, બટાકા, દાડમ સહિતના પાકને નુકસાન!

Banaskantha: જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. બટાકા, દાઢમ સહીતના અન્ય ખેતી પાકોને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 10:45 AM

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ (Rain) ચાલુ રહ્યો છે. ગઈકાલ 18 નવેમ્બરથી સતત વરસતા વરસાદે સતત બીજા દિવસે પણ ચિંતા વધારી છે. બનાસકાંઠાના કાંકરેજ, દિયોદર, ડીસા, લાખણી, પાલનપુરમાં વરસાદ વરસ્યો છે. તો યાત્રાધામ અંબાજીમાં (Rain In Ambaji) પણ ગઈકાલથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વાતાવરણમાં સખત પલટો આવ્યા બાદ અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે બીજી તરફ ચોમાસાની ઋતુના મારથી માંડ ઉભરતા અને રવિ પાકની આશા લઈને બેસેલા ખેડૂતોની ચિંતા વધી છે.

વરસાદના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું હોવાની ભીતિ સર્જાઈ છે. બનાસકાંઠાનો વિસ્તાર બટાકા, દાડમ તેમજ અન્ય ખેતીના પાક માટે જાણીતો છે. તો આ માવઠાના કારણે આ પાકને ભારે નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે. તો ગુરુવારે રાજ્યમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું પડ્યું હતું. જેના કારણે ગુરુવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં 3 ઇંચ સુધીનો કમોસમી વરસાદ નોંધાયો હતો.

 

આ પણ વાંચો: સમુદ્રમાં ‘સાગર શક્તિ’: રાજ્યમાં કેફી દ્રવ્ય ઘુસાડવાના સીલસીલા વચ્ચે ‘સાગર શક્તિ’ કવાયત, જાણો વિગત

આ પણ વાંચો: Nadiad: લાખો દીવડાઓથી આજે ઝળહળી ઉઠશે સંતરામ મંદિર, જાણો આ પરંપરા અને તેના મહત્વ વિશે

આ પણ વાંચો: Surendranagar: માવઠાથી કચ્છના નાના રણમાં સ્થિતિ કફોડી, હજારો અગરિયા ફસાયા હોવાની આશંકા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">