VIDEO: રાજ્યમાં આગામી 5 દિવસ સુધી યથાવત રહેશે વરસાદી માહોલ, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં તાપી અને સુરત ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે જ રાજ્યમાં છૂટોછવાયો સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા પણ વ્યક્ત […]
રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં તાપી અને સુરત ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે જ રાજ્યમાં છૂટોછવાયો સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ પણ થવાની સંભાવના છે. જો કે આ વચ્ચે 13 સપ્ટેમ્બરે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. મહત્વનું છે કે, અત્યાર સુધી રાજ્યમાં 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો