રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી 2 લોકોનાં મોત, મોટાભાગના શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. મોટાભાગના શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર થઈ જતાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી બે દિવસ સુર્યદેવ કોપાયમાન રહેશે અને હીટવેવથી લોકોને રાહત નહીં મળે. રાજ્યમાં હાલ ગરમી એટલી અસહ્ય પડી રહી છે કે બે લોકોનાં મોત થયા છે. અસહ્ય ગરમીના કારણે લોકો […]

રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી 2 લોકોનાં મોત, મોટાભાગના શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
TV9 Webdesk11

|

Jun 03, 2019 | 4:56 AM

રાજ્યમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. મોટાભાગના શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર થઈ જતાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી બે દિવસ સુર્યદેવ કોપાયમાન રહેશે અને હીટવેવથી લોકોને રાહત નહીં મળે. રાજ્યમાં હાલ ગરમી એટલી અસહ્ય પડી રહી છે કે બે લોકોનાં મોત થયા છે. અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે એશિયાના સૌથી હરિયાળા શહેર ગાંધીનગરમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તો અમદાવાદ અને રાજકોટમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આજનો દિવસ મહત્‍વના નિર્ણયો લેવા માટે રહેશે શુભ

જ્યારે ડીસામાં 43.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 43.8, વિદ્યાનગરમાં 41.6 ડિગ્રી, વડોદરામાં 41.5 ડિગ્રી, ભુજમાં 41.4 ડિગ્રી અને ભાવનગરમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વનું છે કે જ્યારે તાપમાન 43.1થી 44.9 ડિગ્રી સુધી રહેતું હોય ત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હોય છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati