પેરાસીટામોલની જેમ રેમડેસીવિર ઈન્જેકશન કેમ નથી મળતા, હોસ્પિટલો કેમ દર્દીના સગાને ઈન્જેકશન લેવા મોકલે છે: હાઈકોર્ટ

Bipin Prajapati
| Edited By: | Updated on: Apr 14, 2021 | 11:43 PM

કોરોનાની સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટે ( high court ) દાખલ કરેલ સુઓમોટો રીટની ( Suomoto writ ) સુનાવણી, હાઈકોર્ટના તીખા સવાલ, સરકારનો પાંગળો બચાવ

પેરાસીટામોલની જેમ રેમડેસીવિર ઈન્જેકશન કેમ નથી મળતા, હોસ્પિટલો કેમ દર્દીના સગાને ઈન્જેકશન લેવા મોકલે છે: હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટનો ફાઈલ ફોટો

ગુજરાત હાઈકોર્ટે, રાજ્યમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ અંગે સુઓમોટો રીટની સુનાવણી હાથ ધરીને, ગુજરાત સરકારને વેધક સવાલ કર્યો હતો કે, કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાનું કારણ શુ ? શા માટે હોસ્પિટલની બહાર 40 એમ્બ્યુલન્સની લાઈન લાગે છે ? પેરાસિટામોલની માફક રેમડેસિવીર ઈન્જેકશન કેમ મળતા નથી. હોસ્પિટલોમાં દાખલ કોરોનાના દર્દીઓના પરિવારજનોને શા માટે રેમડેસિવીર ઈન્જેકશન લેવા માટે હોસ્પિટલો મોકલે છે .  સામાન્ય નાગરીકોને કોરોના પરીક્ષણનો રીપોર્ટ મેળવવા માટે પાંચ દિવસ સુધી શા માટે રાહ જોવી પડે તેવા વેધક સવાલો ગુજરાત હાઈકોર્ટે કર્યા છે.

ગુજરાત હાઈકોર્ટે વર્ક ફ્રોમ હોમ પધ્ધતિને પ્રોત્સાહન આપવા, વિવિધ સંસ્થાઓની મદદ લેવા, કરફ્યુનો કડક અમલ કરવા, કેન્દ્રની માર્ગદર્શિકાઓનો ચૂસ્તતાથી અમલ કરવા સહિતના મુદ્દે એડવોકેટ જનરલને જણાવ્યું હતું. આ સુઓ મોટો રીટની વધુ સુનાવણી આગામી ગુરુવારના રોજ નિર્ધારીત કરાઈ છે.

ગુજરાત હાઈકોર્ટમાં ( Gujarat High Court )ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે, કોરોનાની ગંભીર સ્થિતિ અંગેની સુઓમોટો રીટની ( Suomoto writ ) સુનાવણી હાથ ધરી હતી.. ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મૂકીમ, આરોગ્ય વિભાગના સચિવ ડૉ. જયંતિ રવિ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શીવહરે ઓનલાઈન બેસીને સુઓમોટો રીટમાં ભાગ લીધો હતો. ગુજરાત હાઈકોર્ટે, કોરોનાના કપરા કાળમાં મિડીયાની ભૂમિકા વખાણી છે. તો સરકારને પણ કેટલાક મુદ્દે જરૂરી પગલા લઈને લોકોને કઈક થઈ રહ્યું છે, સરકાર કઈક કરી રહી છે તેવો વિ્શ્વાસ અપાવવા માટે આવશ્યક જરૂરી પગલા લેવા સુચવ્યુ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Apr 2021 12:59 PM (IST)

    કેન્દ્રની માર્ગદર્શિકાઓનુ રાજ્ય પાલન કરે છે કે નહી ?

    રાજ્ય સરકારની ક્ષમતા પર પ્રશ્ન નથી ઉઠાવતા પણ અમે કેટલીક બાબતોથી ખુશ નથી તેમ ચીફ જસ્ટીસે જણાવીને કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસીટર જનરલ દેવાંગ વ્યાસને નિર્દેશ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર દ્વારા સુચવાયેલી માર્ગદર્શિકાઓનું રાજ્ય સરકાર પાલન કરી રહી છે કે નહી તે જુઓ. આ સુઓમોટો રીટની વધુ સુનાવણી આગામી ગુરુવારે હાથ ધરાશે.

  • 12 Apr 2021 12:57 PM (IST)

    કશુ નથી થઈ રહ્યુ એવુ લોકોના મગજમાં છે, લોકોમાં ફરી વિશ્વાસ થાય તેવુ કરો

    જસ્ટીસ ભાર્ગવ કારીયાએ, કહ્યુ કે, જો પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે તો જ કોરોનાની ચેઈન તોડી શકાશે. વિવિધ સંસ્થાઓની મદદ લો. લોકોને સમસ્યા ના થાય અને સમાધાન નિકળે. કશું નથી થઈ રહ્યું એવું લોકોના મગજમાં છે, તેથી ફરીથી લોકોને વિશ્વાસ થાય એવું થવું કરવુ જરૂરી છે.

  • 12 Apr 2021 12:56 PM (IST)

    કરફ્યુનો પણ અમલ પૂરેપુરો થતો નથી: હાઈકોર્ટ

    ચા અને પાનના ગલ્લા જો બે દિવસ બંધ રહી શકતા હોય તો બીજા લોકો કેમ બંધ નથી રાખી શકતા તેમ કહીને ચીફ જસ્ટીસે કહ્યું હતું કે, 50 ટકા સ્ટાફથી કામ થઈ શકતુ હોય તો 50 ટકા સ્ટાફને બોલાવો જેથી સંક્રમણ અટકે. લોકોને તકલીફ ના પડે તે જોવુ જરૂરી છે. કરફ્યુનો પણ અમલ પૂરેપુરો થતો નથી. એ અંગેની માહિતી અમારી પાસે છે. લોકો બજારમાં, ચાર રસ્તાએ, શહેરો, નગરોમાં નિયમોનું પાલન કરે તે જોવુ જરૂરી છે.

  • 12 Apr 2021 12:41 PM (IST)

    વર્ક ફ્રોમ હોમથી કામ ચલાવડાવો, કરફ્યુનો પૂરેપૂરો અમલ થતો નથીઃ હાઈકોર્ટ

    ચા અને પાનના ગલ્લા જો બે દિવસ બંધ રહી શકતા હોય તો બીજા લોકો કેમ બંધ નથી રાખી શકતા તેમ કહીને ચીફ જસ્ટીસે કહ્યું હતું કે, 50 ટકા સ્ટાફથી કામ થઈ શકતુ હોય તો 50 ટકા સ્ટાફને બોલાવો જેથી સંક્રમણ અટકે. લોકોને તકલીફ ના પડે તે જોવુ જરૂરી છે. કરફ્યુનો પણ અમલ પૂરેપુરો થતો નથી. એ અંગેની માહિતી અમારી પાસે છે. લોકો બજારમાં, ચાર રસ્તાએ, શહેરો, નગરોમાં નિયમોનું પાલન કરે તે જોવુ જરૂરી છે.

  • 12 Apr 2021 12:34 PM (IST)

    હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની લાઈન લાગે છે, લગ્નમાં લોકોની સંખ્યા નિયત્રિત કરોઃહાઈકોર્ટ

    40 એમ્બ્યુલન્સ વાન કેમ હોસ્પિટલોની બહાર લાઇનમાં ઉભી રહે છે. આ પહેલાં પણ અમે કહ્યું હતું કે રાજકીય મેળાવડા અને લગ્નો કે અંતિમક્રિયા માટે સંખ્યા નક્કી કરવી જોઈએ. લગ્ન માટે 100ની જગ્યાએ 25 જ લોકો રાખવામાં આવે તેમ ચીફ જસ્ટીસે એડવોકેટ જનરલને કહ્યુ હતું.

  • 12 Apr 2021 12:31 PM (IST)

    માત્ર પાંચ શહેરોમાં જ નહી, નાના શહેરોમાં પણ અંતિમક્રિયા માટેની સ્થિતિ ખરાબ છેઃ હાઈકોર્ટ

    કોરોનાથી મૃત્યુ પામેલાઓની અંતિમ ક્રિયા માટેની જે સ્થિતિ છે એ માટે ફક્ત 5 શહેરો પૂરતી આ સ્થિતિ નથી નાના શહેરોમાં પણ સ્થિતિ ખરાબ છે.. મોરબી હોય ભરૂચ હોય કે આણંદ હોય. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસીએશન અને એડવોકેટ અમિત પંચાલ પોતાના સુચનો રાજ્ય સરકારને લોક ઉપયોગ માટે આપશે. કોરોના દર્દીઓની સંખ્યા વધવા માટે શું કારણ છે, એ જણાવો તેવો વેધક સવાલ પણ હાઈકોર્ટે એડવોકેટ જનરલને કર્યો હતો.

  • 12 Apr 2021 12:27 PM (IST)

    અમારે પરિણામ જોઈએ છે, કેવી રીતે એ રાજ્ય સરકાર જુએઃ હાઈકોર્ટ

    કેટલા ઇન્જેક્શન વપરાયા અને કેટલા નહીં એ પણ આંકડો સરકાર પાસે આવતો જ હશે. તેમ ચીફ જસ્ટિસે ગુજરાતના એડવોકેટ જનરલને પુછ્યુ હતું. પ્રત્યેક વ્યક્તિને જરૂરી સમયે જરૂરી સારવાર મળી રહે એ જરૂરી છે. પેરસીટામોલની જેમ રેમડેસીવીર ઈન્જેકશન કેમ નથી મળતું કોઈ શા માટે કહે કે આ દવા અમને નથી મળતી એ અમને અપાવો ? આ બાબતે જુઓ. અમને પરિણામ જોઈએ છે, કેવી રીતે એ રાજ્ય સરકાર જુએ તેવી ટકોર હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કરી હતી.

  • 12 Apr 2021 12:24 PM (IST)

    હોસ્પિટલો કેમ દર્દીના સગાને રેમડેસીવીર ઇન્જેક્શન લેવા મોકલે છેઃ હાઈકોર્ટ

    રાજ્ય સરકાર દ્વારા અગાઉ હોમ કવોરંટાઇન ઉપર ભાર મૂકાતો અને જરૂરી લેખાતુ હતુ તો હાલ શા માટે રેમડેસીવીર પર ભાર મુકાઈ રહ્યો છે. હોસ્પિટલો રેમડેસીવીર ઇન્જેક્શન માંગે છે, પણ એમની પાસે નથી અને દર્દીઓના સગાઓને ઇન્જેક્શન લેવા માટે મોકલાય છે, દર્દીઓના સગાઓ હેરાન થાય છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે રેમડેસીવીર ઈન્જેકશન પૂર્ણ માત્રામાં છે. અમને એ સમજાતું નથી કે કેમ આ ઇન્જેક્શન નથી મળતું.

  • 12 Apr 2021 12:22 PM (IST)

    કોરોના ટેસ્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જરૂરી છેઃ હાઈકોર્ટ

    ટેસ્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જરૂરી છે. જાન્યુઆરીમાં કોરોના ગયો એ ભાવનાએ આજે પરિસ્થિતિ ઉદ્ભવી છે. રોજે રોજ નવો મ્યુટેટ વાઇરસ આવે છે, વેકસીનેશન પણ છે પરંતુ એ કાયમી સોલ્યુશન નથી. દર્દી જ્યારે કોરોના પોઝિટિવ આવ્યા પછી શું થવું જોઈએ, એ પણ એટલું જ જરૂરી હોવાનું ચીફ જસ્ટિસે કહ્યું.

  • 12 Apr 2021 12:19 PM (IST)

    સામાન્ય વ્યક્તિ માટે કોરોનાના ટેસ્ટીગનો રિપોર્ટ આવતા કેમ વાર લાગે છેઃ ચીફ જસ્ટીસ

    ચીફ જસ્ટિસ કહ્યુ દુર્ભાગ્યપૂર્ણ રીતે પરિસ્થિતિ તમે કહો છો એના કરતાં વિપરીત છે. પહેલાં ચરણમાં જે સ્થિતિ હતી, ત્યારબાદ બધું પહેલાંની જેમ જ શરૂ થવાનું હતું. લોકો અને સરકાર પણ સમજી બેઠી કે કોરોના ગયો. અમે અહીંયા એ જોઈ રહ્યા છે કે ગુજરાતમાં શુ સ્થિતિ છે, અન્ય રાજ્યોમાં શુ સ્થિતિ છે એ વિષય નથી. દિવાળી પછી કોરોનાના દર્દીઓની સંખ્યામાં જે વધારો થયો, એમાં ટેસ્ટિંગ કેમ ડીલે થયા એ સમજાતું નથી. સામાન્ય વ્યક્તિ માટે રિપોર્ટ માટે 5 દિવસનો સમય લાગે છે આવું કેમ.

  • 12 Apr 2021 12:11 PM (IST)

    રાજ્યભરમાં કોરોનાના દર્દીઓ માટે કુલ 71021 બેડ ઉપલબ્ધ છે

    ટેસ્ટ, ટ્રેકિંગ અને ટ્રેસિંગ પર સરકાર કામ કરી રહી છે. 100 થી વધુ હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાઈ છે અને ત્યાં દર્દીઓને સારવાર અપાઈ રહી છે. રાજ્ય ભરમાં કોરોનાના દર્દીઓ માટે કુલ 71021 બેડ ઉપલબ્ધ છે. આજે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામા આવે છે ટેસ્ટીગની ક્ષમતા પણ વધારી દીધી છે ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ.

  • 12 Apr 2021 12:09 PM (IST)

    સુરતમાં ભાજપ દ્વારા વિતરણ કરાયેલા Remdesivir ઇન્જેક્શન પાછળ લોકોને મદદ કરવાનો ઉદ્દેશ

    Remdesivir ઇન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી. હોમ isolation થયેલા દર્દીઓ પણ રેમડેસિવીરનો આગ્રહ રાખે છે. ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 વાયલ રેમડેસિવીરની આવશ્યકતા છે. ગુજરાત સરકાર એક દિવસમાં ૩૦ હજાર વાયલ મેળવે છે. રાજય સરકારના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશનના ભાવો પણ ઘટાડ્યા છે, જેથી સામાન્ય માણસોને ઈમરજન્સીમા પણ ઈન્જેકશન મળી રહે છે હાઈકોર્ટે સુરતમાં ભાજપ દ્વારા વિતરણ કરાયેલા Remdesivir ઇન્જેક્શનનો મુદ્દો ઉપસ્થિત કરતા રાજ્યના એડવોકેટ જનરલે કહ્યુ કે, ઈન્જેકશન વિતરણ કરવા પાછળ કોઈ ખરાબ ઉદ્દેશ નહોતો. લોકોને મદદ કરવાનો ઉદ્દેશ હતો.

  • 12 Apr 2021 12:07 PM (IST)

    રેમડેસિવિર ઇન્જેક્શન અત્યંત જરૂરી સમયે જ આપવાનું હોય છે

    રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રાજ્ય સરકાર વતી રેમડેસિવિર ઈન્જેકશન મુદ્દે રજૂઆત કરતા જણાવ્યુ કે, રેમડેસિવિર ઈન્જેકશન એ કોરોના માટેના નથી, 10 વર્ષ જૂની એન્ટી વાઇરલ Drug છે રેમડેસિવિર. આ ઇન્જેક્શન કિડની અને લીવરને નુકસાન કરે છે. બિનજરૂરી રીતે આ ઇન્જેક્શન આપવું જોઈએ નહી. 7 મેન્યુફેક્ચરર્સ છે જે રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે. 1 લાખ 75 હજાર ઇન્જેક્શન એક દિવસમાં બનાવી શકાય એમ છે. રેમડેસિવિર ઇન્જેક્શન અત્યંત જરૂરી સમયે જ આપવાનું હોય છે. બ્લેક માર્કેટિંગ પણ થઈ રહ્યું છે અને કેટલીક હોસ્પિટલોમાં એની કિંમત વધારીને દર્દીઓને આપવામા આવી રહયું છે.

Published On - Apr 14,2021 11:30 PM

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">