ગુજરાતમાં Bird Fluનું સંક્રમણ પશુઓમાં પહોચ્યું? વડોદરાનાં સાવલીમાં ગાયનાં મોત બાદ તંત્ર હરકતમાં

ગુજરાતમાં Bird Fluનું સંક્રમણ પશુઓમાં પહોચ્યું? વડોદરાનાં સાવલીમાં ગાયનાં મોત બાદ તંત્ર હરકતમાં

Bird Flu-સમગ્ર દેશમાં કોરોના બાદ હવે Bird Flu ના રોગનો ફેલાવો વધી રહ્યો છે. જેમાં ગુજરાત સહિત દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ સહિત 1 0 રાજ્યોમા તેનો કહેર વધી રહ્યો છે.

Chandrakant Kanoja

| Edited By: Pinak Shukla

Jan 12, 2021 | 6:46 PM

સમગ્ર દેશમાં કોરોના બાદ હવે Bird Flu રોગનો ફેલાવો વધી રહ્યો છે. જેમાં ગુજરાત સહિત દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ સહિત 10 રાજ્યોમાં તેનો કહેર વધી રહ્યો છે. જેમાં ગુજરાતમાં પક્ષીઓમાં અત્યાર સુધી Bird Flu નો ફેલાવો જોવા મળ્યો હતો. પરંતુ ધીરે ધીરે આ રોગ પ્રાણીઓમાં પણ ફેલાયો  હોવાની બાબત સામે આવી છે.

જાણકારી અનુસાર,  બર્ડ ફ્લૂના લીધે સુરત જિલ્લાના બારડોલી અને વડોદરા જિલ્લાના સાવલી  વિસ્તારમા અનેક ગાયોના મોત થયા છે. આ બંને સ્થળોના સોમવારે આવેલા સેમ્પલ રિપોર્ટમા એવીયન ઇનફ્લુએન્જા  હોવાની પૃષ્ટી થઇ છે.  બારડોલીમાં મૃત મળેલા  કાગડામા બર્ડ ફ્લૂની પૃષ્ટી રવિવારે કરવામાં આવી હતી.

સુરત પશુપાલન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર ડો. નીલમ દવેએ જણાવ્યું કે બારડોલીમાં બે સ્થળો પર ગાયના સેમ્પલો ભોપાલ મોકલવામા આવ્યા હતા. બર્ડ ફ્લૂની દહેશત હવે સૂરત સુધી પહોંચી છે. શહેરના સિંગણોપોર પણ પાણીની ટાંકી સાથે એક અને રીંગ રોડ ટોરેન્ટ પાવર હાઉસ પાસે ચાર કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા.

જો કે આ અંગે આરએફઓ જે. બારોટ નું  કહેવું છે કે અત્યાર સુધી  કાગડામાં  બર્ડ ફ્લૂના લક્ષણ જોવા મળ્યા નથી. જયારે બીજી તરફ ગુજરાતના ત્રીજા જિલ્લા વડોદરાના સાવલી તાલુકામા વસંતપૂરા ગામમાં   30 કાગડાઓનો અચાનક મોત થયા હતા.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati