હાર્દિક પટેલનો કોંગ્રેસના નેતાઓને સણસણતો તમાચો, કોંગ્રેસના ટોચના નેતા ગુજરાત અને ગુજરાતીઓને કરે છે નફરત!

હાર્દિક પટેલનો કોંગ્રેસના નેતાઓને સણસણતો તમાચો, કોંગ્રેસના ટોચના નેતા ગુજરાત અને ગુજરાતીઓને કરે છે નફરત!
Hardik Patel (File Photo)

હાર્દિકે કોઈ નેતાનું નામ લીધા વગર કોંગ્રેસના એ સર્વોચ્ચ નેતાને સંબોધીને આ પત્ર લખ્યો છે કે જેને ગુજરાતની ચૂંટણીની જવાબદારી સંભાળી રહ્યા છે.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

May 18, 2022 | 12:13 PM

હાર્દિક પટેલે કોંગ્રસમાંથી રાજીનામું આપતી વખતે એક પત્ર રજૂ કર્યો છે જેમાં તેમણે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા સામે ગંભીર આરોપ લગાવ્યા છે. હાર્દિક પટેલે આ પત્રના બીજા ફકરામાં કોંગ્રેસના નેતા પર ચોખ્ખો આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓને મળવાનું થાય ત્યારે તેઓ અવું વર્તન કરતા હોય છે કે જાણે તેઓ ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરતા હોય. હાર્દિકે કોઈ નેતાનું નામ લીધા વગર કોંગ્રેસના એ સર્વોચ્ચ નેતાને સંબોધીને આ પત્ર લખ્યો છે કે જેને ગુજરાતની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી હોવાનું કહેવામાં આવે છે.

હાર્દિકે આ સાથે એમ પણ લખ્યું છે કે આવું વર્તન કરતા હોવા છતાં કોંગ્રેસ હાઈ કમાન્ડ કેવી રીતે અપેક્ષા રાખે છે કે ગુજરાતની જનતા તેમને વિકલ્પ તરીકે જોવે? તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓને જ્યારે ગુજરાત વિશેની કોઈ રજૂઆત કરવામાં આવે ત્યારે તેમનું ધ્યાન ગુજરાત અને પક્ષની જનતાની સમસ્યાઓ સાંભળવા કરતાં તેમના પોતાના મોબાઈલ અને અન્ય બાબતો પર વધારે રહેતું હોય છે.

Hardiks slap in the face to Congress leaders, top Congress leader hates Gujarat and Gujar

Hardik Patel’s Letter

હાર્દિક પટેલે લખેલા પત્રને બીજો ફકરો અક્ષરશઃ અહીં રજુ કર્યો છે. કોંગ્રેસ પક્ષની ટોચની નેતાગીરીમાં કોઈપણ મુદ્દા પ્રત્યે ગંભીરતાનો અભાવ એ મોટો મુદ્દો છે. હું જ્યારે પણ પાર્ટીની ટોચની નેતાગીરીને મળતો ત્યારે એવું લાગતું હતું કે તેઓનું ધ્યાન ગુજરાત અને પક્ષની જનતાની સમસ્યાઓ સાંભળવા કરતાં તેમના પોતાના મોબાઈલ અને અન્ય બાબતો પર વધારે રહેતું. જયારે પણ દેશ મુશ્કેલીમાં હતો કે કોંગ્રેસને નેતૃત્વની સૌથી વધુ જરૂર હતી ત્યારે અમારા નેતાઓ વિદેશમાં હતા. ટોચનું નેતૃત્વ ગુજરાત પ્રત્યે એવું વર્તન કરી રહ્યું છે કે જાણે તેઓ ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરતા હોય. તો કોંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખે છે કે ગુજરાતની જનતા તેમને વિકલ્પ તરીકે જોવે?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati