હાર્દિક પટેલે કર્યો માનહાનિનો દાવો, ચીખલીયાએ હાર્દિક પર રૂપિયાની લેતીદેતીનો કર્યો હતો આક્ષેપ

  • Publish Date - 5:56 pm, Fri, 16 October 20
હાર્દિક પટેલે કર્યો માનહાનિનો દાવો, ચીખલીયાએ હાર્દિક પર રૂપિયાની લેતીદેતીનો કર્યો હતો આક્ષેપ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કિશોર ચીખલીયા પર માનહાનિનો દાવો કર્યો છે. આ મામલે એડવોકેટ આનંદ યાજ્ઞિકે કિશોર ચીખલીયાને નોટિસ મોકલી છે.હાર્દિક પટેલ અને લલિત કગથરા પર ટિકિટ માટે પૈસા લેતા હોવાના કિશોર ચીખલીયાના આક્ષેપ પર હાર્દિક પટેલે કહ્યું કે, ટિકિટ ન મળવાથી આવા આરોપો લગાવવામાં આવે છે. જે બિલકુલ પાયાવિહોણા છે. મહત્વનું છેકે મોરબી-માળિયા બેઠક પરથી કિશોર ચીખલીયાને ટિકિટ ન મળતા તેઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. અને, ત્યારબાદ હાર્દિક અને લલિત કગથરા પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati