ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંતરિયાળ ગામના લોકોને હેન્ડપંપનું પાણી ન પીવાની કરી અપીલ!
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંતરિયાળ ગામના લોકોને અલગ પ્રકારની અપીલ કરી છે. નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં પાણીનો એક માત્ર વિકલ્પ એવા હેન્ડપંપનું પાણી ન પીવાની સાંસદે અપીલ કરી છે. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, હેન્ડ પંપમાંથી આવતું પાણી દૂષિત અને લોખંડના કાટવાળું હોય છે. જે કેન્સર સહિત અનેક પ્રકારના રોગોને આમંત્રે છે. તેથી તેને કપડા […]

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંતરિયાળ ગામના લોકોને અલગ પ્રકારની અપીલ કરી છે. નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં પાણીનો એક માત્ર વિકલ્પ એવા હેન્ડપંપનું પાણી ન પીવાની સાંસદે અપીલ કરી છે. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, હેન્ડ પંપમાંથી આવતું પાણી દૂષિત અને લોખંડના કાટવાળું હોય છે. જે કેન્સર સહિત અનેક પ્રકારના રોગોને આમંત્રે છે. તેથી તેને કપડા કે વાસણ ધોવા માટે ઉપયોગમાં લઈ શકાય. પરંતુ પીવા માટે બની શકે તો હેન્ડ પંપનું પાણી ઉપયોગમાં ન લેવાની અપીલ કરી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
