
સમયાંતરે સાંભળવા મળે છે કે બોરવેલમાં પડી જવાથી બાળકનું મોત થયું અથવા અત્યંત નાજુક હાલતમાં તેને કલાકોની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યું હતું. આ ઘટનાઓનો મામલો અલગ-અલગ રાજ્યની હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જે ખેડૂતો અથવા પરિવારો બોરવેલ ખોદીને તેને ખુલ્લા છોડી દે છે તેઓ પણ આ મામલામાં જવાબદાર છે. કોર્ટે આ મામલે ગાઇડલાઇન બહાર પાડી છે પણ બનાવ બનતા રહે છે. રેસ્ક્યુ પાછળ લાખોનું આંધણ કરવા છતાં બાળકોના જીવ બચાવવા મુશ્કેલ બની જાય છે ત્યારે સમસ્યાનો હલ કાઢવા ગુજરાતના 4 વિદ્યાર્થીઓએ માત્ર 8 હજારમાં રોબોટ તૈયાર કરી બાળકને સલામત બોરવેલમાંથી બહાર કાઢવાની ટેક્નોલોજી વિકસાવવાનો દાવો કર્યો છે. જાન્યુઆરી 2024 માં ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 30 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલી ત્રણ વર્ષની બાળકીને બહાર કાઢી ત્યારે તે બેભાન અવસ્થામાં હતી. કિશોરીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જે કમનસીબ સારવાર પહેલા મૃત ઘોષિત કરાઈ હતી. આ પહેલા વર્ષ 2022 માં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં એક 12 વર્ષની બાળકી...
Published On - 10:30 am, Thu, 30 May 24