USAના એટલાન્ટામાં ગુજરાતીની હત્યા, ગળુ દબાવી ઉતાર્યો મોતને ઘાટ

USAના એટલાન્ટાની એક મોટેલમાં જનરલ મેનેજર તરીકે કામ કરતા મૂળ ગુજરાતના ગણદેવીના મેહુલભાઇ વશીની હત્યા કરી દેવાઇ છે

  • tv9 webdesk39
  • Published On - 13:10 PM, 7 Jan 2021
Gujarati killed in Atlanta, US, strangled to death

US માં એટ્લાન્ટાની એક મોટેલમાં જનરલ મેનેજર તરીકે કામ કરતા મૂળ ગુજરાતના ગણદેવીના મેહુલભાઇ વશીની હત્યા કરી દેવાઇ છે, તેમના પિતા રવીન્દ્રભાઇ વશી બીલીમોરા હાઇસ્કૂલના નિવૃત્ત શિક્ષક છે, મેહુલભાઇની પત્નિ અને બે દીકરી અમેરિકાના જ્યોર્જિયાનાના ઓગસ્ટામાં રહે છે જ્યારે મેહુલભાઇ એટલાન્ટાની એક રેડ મોટેલમાં જનરલ મેનેજર તરીકે કાર્યરત હતા, આજકાલ વિદેશમાં ભારતીયોની હત્યાના ગુનામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે ગુજરાતી યુવાન મેહુલ વશીની હત્યાથી ગણદેવી તથા બીલીમોરામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

મૃતક મેહુલભાઇ વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર હતા. આ મોટેલ એરપોર્ટની પાસે આવેલી છે. એનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. તેથી માત્ર પાંચ જ રૂમ મોટેલમાં કાર્યરત હતા. બાકીની 100 જેટલી રૂમ રિપેરિંગમાં હતી આ બાબતે કોઈક બોલાચાલી થતાં અશ્વેત યુવાને એમનું ગળુ દાબી હત્યા કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસે પીએમની કાર્યવાહી હાથ ધરી છે.