Rain Forecast : હવામાનના બે નિષ્ણાંતોએ ચોમાસાને લઈને કરી અલગ અલગ આગાહી, કોનો સાચો પડશે વર્તારો ? જુઓ Video
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે ફરી એક વાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી વરસાદને લઈને ચિંતાજનક આગાહી કરી છે. જાણો કેવુ રહેશે ચોમાસું

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે ફરી એક વાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી વરસાદને લઈને ચિંતાજનક આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું મોટું નિવેદન સામે આવ્યુ છે. આ વખતે ચોમાસું નબળુ હોવાનું આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુ છે. તો બીજીબાજુ પરેશ ગોસ્વામીએ આ વર્ષે ચોમાસુ લાંબુ રહેવાની આગાહી કરી છે.
કેવુ રહેશે ચોમાસુ ?
સૌરાષ્ટ્રમાં હવે વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરી છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી નર્મદામાં નવા નીર આવશે. જો કે 24 જુલાઈ સુધીમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે. જો કે ખેડા, નડિયાદ, પંચમહાલ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે.
#Gujarat likely to experience weak Monsoon this season: predicts #AmbalalPatel#GujaratRain #Monsoon2024 #Rain #Weather #TV9Gujarati #TV9News pic.twitter.com/cylMfFOPB6
— Tv9 Gujarati (@tv9gujarati) July 21, 2024
પરેશ ગોસ્વામીએ કરી વરસાદને લઈ મોટી આગાહી
હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈ મોટી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યા અનુસાર અત્યાર સુધી ગુજરાતમાં જે વરસાદ પડ્યો તે અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમથી પડ્યો છે. જેથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો છે.
Know Paresh Goswami’s rain forecast for farmers this season #GujaratRain #Monsoon2024 #TV9Gujarati #TV9News pic.twitter.com/maBfrwOTfw
— Tv9 Gujarati (@tv9gujarati) July 21, 2024
પરંતુ બંગાળની ખાડીમાં લો -પ્રેશર સક્રિય થયુ છે. જેથી 21 જુલાઈથી 26 જુલાઈ સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત મધ્ય ગુજરાત,ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી આગાહી કરી છે.
#Gujarat to experience heavy rain spell after 22 July: Paresh Goswami predicts #GujaratRain #Monsoon2024 #TV9Gujarati #TV9News pic.twitter.com/CBEuYmOYkM
— Tv9 Gujarati (@tv9gujarati) July 21, 2024
આ સાથે તેમણે જણાવ્યુ કે વરસાદના વિસ્તારોમાં ફેરફાર થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 22 જુલાઈથી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમજ પરેશ ગોસ્વામીના મત અનુસાર આ વર્ષે ચોમાસુ લાંબુ રહેશે. આ સાથે જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ કે નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે.
