Gujarat Vidhnsabha: વાહનોમાં ગેરકાયદે બ્લેક ફિલ્મ લગાવવા અંગે 2 વર્ષમાં 1,78,948 કેસ કરાયા

Gujarat Vidhnsabha ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વાહનોમાં લગાવાયેલી ગેરકાયદે બ્લેક ફિલ્મ અંગે, 1, 78, 948 કેસ કરીને રૂપિયા 5,80,65,468નો દંડ વસૂલાયો છે.

Gujarat Vidhnsabha: વાહનોમાં ગેરકાયદે બ્લેક ફિલ્મ લગાવવા અંગે 2 વર્ષમાં 1,78,948 કેસ કરાયા
Gujarat Vidhansabha Budget Session 2021-2022
Follow Us:
| Updated on: Mar 04, 2021 | 3:35 PM

પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હેઠળ 23 લાખ ખેડૂતોને 148 કરોડથી વધુ વળતર ચૂકવાયુ

ગેરકાયદે બ્લેકફિલ્મ અંગે 2 વર્ષમાં રૂ. 5,80,65,468નો વસૂલાયો દંડ ગુજરાતમાં વાહનોના કાચ ઉપર બ્લેક ફિલ્મ લગાવવી એ ગેરકાયદે છે. ગેરકાયદે બ્લેક ફિલ્મ લગાવવા અંગે છેલ્લા બે વર્ષમાં 1, 78, 948 કેસ કરાયા હોવાનું સરકારે વિધાનસભામાં પુછાયેલા લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે. તડકાથી બચવા માટે વાહનોના કાચ ઉપર બ્લેક ફિલ્મ લગાવવામાં આવે છે. જો કે બ્લેક ફિલ્મનું સ્તર નક્કી કરેલા માપ કરતા વધુ હોય (ડાર્ક) હોય તો તે ગુન્હો બને છે. આવા વાહનચાલકો સામે પોલીસ અને આરટીઓ સમયાંતરે ડ્રાઈવ કરે છે. છેલ્લા બે વર્ષમાં ગેરકાયદે બ્લેક ફિલ્મ લગાવવા અંગે ગુજરાતભરમાં, 1,78,948 કેસ નોંધવામાં આવ્યા છે. આવા કુલ 5,80,65,468નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હેઠળ બે વર્ષમાં 148 કરોડની ચૂકવણી ગુજરાતમાં પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 148 કરોડની ચૂકવણી કરવામાં આવી તેમ ગુજરાત સરકારે વિધાનસભામાં લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતું. ગુજરાતમાં વર્ષ 2020-2021માં પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનાનો લાભ લેવા માટે 23 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી. વર્ષ દરમિયાન ખેડૂતોએ રૂપિયા 500 કરોડનુ પ્રિમિયમ ભર્યુ હતું. જ્યારે રાજ્ય સરકારે 1500 કરોડ અને કેન્દ્ર સરકારે પણ 1500 કરોડનું વીમા પ્રિમિયમ ભર્યુ હતું. જેની સામે અસરગ્રસ્ત ખેડૂતોને પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હેઠળ 148 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યુ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટ્રેકટર ખરીદી સહાય માટે 27,624 અરજીઓ પડતર ગુજરાતમાં ટ્રેકટરની ખરીદી માટે અપાતી સહાય માટે હજુ પણ 27,624 અરજીઓ પડતર હોવાની કબુલાત સરકારે કરી છે. વિધાનસભામાં પુછાયેલા લેખિત પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યુ છે કે, ગુજરાત સરકાર દ્વારા ટ્રેકટરની ખરીદી માટે ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં ટ્રેકટરની ખરીદી માટે આવેલ કુલ અરજીમાંથી 40 ટકા અરજીઓ નામંજૂર થઈ છે. 20 ટકા અરજીઓ હજુ પણ વિચારાધીન છે. ટ્રેકટર ખરીદીની સહાય માટે, 1,35,488 અરજીઓ આવી હતી. જે પૈકી 51,122 અરજીઓ નામંજૂર કરાઈ છે. કુલ અરજીઓ પૈકી 27,624 અરજીઓ હજુ પણ પડતર છે. 54,758 જેટલી અરજીઓ ટ્રેકટર ખરીદી સહાય માટે મંજુર કરાઈ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">