Gujarat Vidhansabha ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 157 કસ્ટોડીયલ ડેથના બનાવો

Gujarat Vidhansabha ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન, કુલ 157 કસ્ટોડીયલ ડેથના બનાવ નોંધાયા છે. તો અમદાવાદ શહેરમાંથી છેલ્લા બે વર્ષમાં રદ કરાયેલ જૂની 500 અને 1000ની કુલ 49 લાખ 61 હજારની નોટ ઝડપાઈ હતી.

Gujarat Vidhansabha ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 157 કસ્ટોડીયલ ડેથના બનાવો
ગુજરાત વિધાનસભા અંદાજપત્ર સત્ર 2021-2022
Follow Us:
| Updated on: Mar 17, 2021 | 6:10 PM

ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન, કુલ 157 કસ્ટોડીયલ ડેથના બનાવ નોંધાયા છે. તો રદ કરાયેલ જૂની 500 અને 1000ની કુલ 49 લાખ 61 હજારની નોટ ઝડપાઈ હતી. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યે પુછેલા પ્રશ્નના લેખિત ઉતરમાં સરકારે જણાવ્યુ છે કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કસ્ટોડીયલ ડેથના કુલ 157 કેસ નોંધાયા છે. 2019માં 70 અને 2020માં 87 કસ્ટોડીયલ ડેથના કિસ્સા નોંધાયા છે. કસ્ટોડીયલ ડેથના કારણે, 3 PI, 5 PSI, 4 ASI અને 15 કોન્સ્ટેબલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે. જ્યારે 1 PSI, 2 ASI અને 4 કોન્સ્ટેબલને જેલમાં મોકલાયા છે. અમદાવાદ શહેરમાંથી બે વર્ષમાં રદ કરાયેલ 49 લાખ 61 હજારની જૂની રદ કરાયેલી ચલણી નોટ ઝડપી છે. 2019 અને 2020ના વર્ષમાં અમદાવાદ શહેરમાંથી રદ કરાયેલ રૂપિયા 500ની ૪૮,૭૬,૫૦૦ ની કિંમતની ૯,૭૫૩ ચલણી નોટો અને રદ કરાયેલ 1000ની 85 નોટ કે જેની કુલ કિંમત 85000 થાય છે તે ઝડપાઈ છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે છેલ્લા બે વર્ષમાં કુલ 38 કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે 37ખાનગી કાર્યક્રમો યોજાયા હતા. વિવિધ કાર્યક્રમ અંતર્ગત સરકારને હજુ 2.02 કરોડ ચૂકવવાના બાકી છે. જેમાં ખાનગી એજન્સી દ્વારા યોજાયેલા કાર્યક્રમના 1.63 લાખ હજુ પણ બાકી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">