GUJARAT : 21મી જૂનથી રાજ્યમાં 1,025 સ્થળોએ વેક્સિન ઉત્સવ, 18થી44 વયના વ્યક્તિઓને હવેથી વૉક-ઈન વૅક્સિનેશન : CM રૂપાણી

GUJARAT : 21મી જૂનને સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે.

GUJARAT : 21મી જૂનથી રાજ્યમાં 1,025 સ્થળોએ વેક્સિન ઉત્સવ, 18થી44 વયના વ્યક્તિઓને હવેથી વૉક-ઈન વૅક્સિનેશન : CM રૂપાણી
CM RUPANI
Follow Us:
| Updated on: Jun 20, 2021 | 6:47 PM

GUJARAT : કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા તા. 21મી જૂનને સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે.

33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકા વિસ્તારના 1025 રસીકરણ કેન્દ્રો પર મંત્રીઓ, આગેવાનો, મહાનુભાવોની હાજરીમાં 21મી જૂને સવારે 9.00 વાગ્યે વેક્સિન ઉત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી રૂપાણી ગાંધીનગરના સેક્ટર-8 ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૅક્સિન ઉત્સવમાં ભાગ લેશે.

મુખ્યમંત્રીએ વ્યાપક અને સમયબદ્ધ વેક્સિનેશન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના તમામ નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન મળી રહે એ માટે ભારત સરકારે વેક્સિનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવ્યો છે. રાજ્યમાં તમામ વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન અપાશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

18 થી 44 વર્ષની વય જૂથના યુવાનોના વેક્સિનેશન માટે પણ રાજ્ય સરકારે પૂરતું આયોજન કર્યું છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, 21મી જૂનથી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. હવેથી દરેક વ્યક્તિ વૉક-ઈન વૅક્સિન લઇ શકશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં દરેક નાગરિકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે રાજ્યમાં વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારીને 5,000 કરવામાં આવી છે.

ગુજરાત વેક્સિનેશનમાં અગ્રીમ હરોળમાં છે. તા. 20 મી જૂન સુધીમાં 2 કરોડ, 20 લાખ ડોઝ સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ અને 44 થી વધુ વયના લોકોના વેક્સિનેશનમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં અગ્રેસર છે. એટલું જ નહીં પ્રતિ મિલિયન વ્યક્તિનો વેક્સિનેશન રેશિયોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 45 વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિનેશનના 1,38,12,595 ડોઝ અપાયા છે. જ્યારે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વૉરિયર્સને 30,75,163 વેક્સિન ડોઝ અપાયા છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોરોના સામે લડવું હશે તો વેક્સિન જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. નિષ્ણાતો અને તજજ્ઞો કોરોનાના ત્રીજા વેવની સંભાવના જોઈ રહ્યા છે. ત્યારે આપણે વધુને વધુ લોકોને સુરક્ષિત અને સલામત કરી શકીએ એ જ આપણું લક્ષ્ય છે. અને એ માટે કોરોનાની વેક્સિન સિવાય બીજો કોઈ ઉપાય નથી.

મંત્રી આર.સી.ફળદુ જામનગરના વેક્સિનેશન સેન્ટરોની મુલાકાત લેશે. જ્યારે મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા ધોળકાની સરસ્વતી સ્કૂલના વેક્સિનેશન સેન્ટરમાં ઉપસ્થિત રહેશે. કૌશિક પટેલ અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં શાંતિનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉજવણીમાં ભાગ લેશે.

મંત્રી ગણપતભાઈ વસાવા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા હેલ્થ સબ સેન્ટરમાં હાજરી આપશે અને પછી તરસાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે પણ ઉપસ્થિત રહેશે. મંત્રી જયેશ રાદડીયા દેવભૂમિ દ્વારકા ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ, દ્વારકામાં ઉજવણીમાં જોડાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">