કોરોના કાળમાં શિક્ષણનો મુદ્દો ગૂંચવાયો, ગુજરાત વાલી મંડળે માંગ કરી છે કે રાજ્ય સરકાર ધોરણ 1થી 8, 9 અને 11મા ધોરણમાં ભણતા બાળકોને માસ પ્રમોશન આપે, 40 ટકા શાળાઓ ઓનલાઈન એજ્યુકેશન આપતી ન હોવાનો આક્ષેપ

કોરોના કાળમાં શિક્ષણનો મુદ્દો ગૂંચવાયો, ગુજરાત વાલી મંડળે માંગ કરી છે કે રાજ્ય સરકાર ધોરણ 1થી 8, 9 અને 11મા ધોરણમાં ભણતા બાળકોને માસ પ્રમોશન આપે, 40 ટકા શાળાઓ ઓનલાઈન એજ્યુકેશન આપતી ન હોવાનો આક્ષેપ

કોરોના કાળમાં શિક્ષણનો મુદ્દો એવો ગૂંચવાયો છે કે તેને ઉકેલવો મુશ્કેલ બન્યો છે ત્યારે ગુજરાત વાલી મંડળે માંગ કરી છે કે રાજ્ય સરકાર ધોરણ 1થી 8, 9 અને 11મા ધોરણમાં ભણતા બાળકોને માસ પ્રમોશન આપી દે. નરેશ શાહનો આક્ષેપ છે કે 40 ટકા શાળાઓ ઓનલાઈન એજ્યુકેશન આપતી નથી  કેટલાક પરિવારજનોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમની પાસે સ્માર્ટફોન પણ નથી, રાજ્ય સરકાર આ પરિસ્થિતિ સમજીને માસ પ્રમોશનનો નિર્ણય કરે તેવી વાલી મંડળની માંગ છે. નરેશ શાહે કહ્યું કે જે સ્કૂલોએ ઓનલાઈન પણ નથી ભણાવ્યું તેમને ફી માગવાનો કોઈ હક જ નથી અને જે શાળાઓએ ભણાવ્યું છે કે વિદ્યાર્થીઓના ગળે ઉતર્યું નથી જેથી રાજ્ય સરકાર સંપૂર્ણ ફી માફ કરી દે તેવી માંગ કરવામાં આવી છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati