Gujarat University Exam: PGના વિવિધ ક્ષેત્રોની પરીક્ષા આજથી શરૂ, તમામ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવી ફરજીયાત

Gujarat University Exam: આજથી PGના અલગ અલગ વિષયની પરીક્ષા યોજાવાની છે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને અગાઉ 18 માર્ચથી શરૂ થયેલી પરીક્ષા રદ કરવામાં આવી હતી.પરંતુ PGના અલગ અલગ ક્ષેત્રોની પરીક્ષા આજથી શરૂ થશે.

| Updated on: Mar 26, 2021 | 10:53 AM

Gujarat University Exam: આજથી PGના અલગ અલગ વિષયની પરીક્ષા યોજાવાની છે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને અગાઉ 18 માર્ચથી શરૂ થયેલી પરીક્ષા રદ કરવામાં આવી હતી.પરંતુ PGના અલગ અલગ ક્ષેત્રોની પરીક્ષા આજથી શરૂ થશે. તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓફલાઈન પરીક્ષા આપવાની રહેશે.જે વિદ્યાર્થીઓ કોઈ કારણથી પરીક્ષા ના આપી શકે તેમને બીજી તક આપવામાં આવશે નહીં. ગુજરાત યુનિવર્સિટીમાં 18 માર્ચથી પ્રથમ સેમેસ્ટરના અલગ અલગ વિષયની પરીક્ષા યોજાઈ હતી.

જે બાદ વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ અને પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને પડતી અગવડને લઈને પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાના કેસ વધતા શિક્ષણ મંત્રી દ્વારા પણ ઓફલાઈન શાળા કોલેજ પણ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજથી અલગ અલગ 11 ક્ષેત્રની પરીક્ષા લેવામાં આવવાની છે.

 

જણાવવુું રહયું કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક સત્રને લઈને ભારે મુશ્કેલી ઉભી થઇ છે. કોરોનાને કારણે 2020-21નું સત્ર બે મહિના મોડું થયું હતું હવે કોરોનાને કારણે શાળાઓ ફરીથી બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે સીબીએસઇ શાળાઓમાં 1 એપ્રિલથી નવા સત્રનો પ્રારંભ કરવા આદેશ આપવા આવ્યો છે પરંતુ ગુજરાત બોર્ડની શાળાઓમાં 2020-21નું સત્ર ક્યારે પૂર્ણ થશે, ધોરણ 1થી 8 અને ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓ ક્યારે લેવાશે તથા નવું સત્ર ક્યારથી શરૂ થશે તેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

હાલ ધોરણ 1થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા લેવામાં આવી રહી છે. પરંતુ વાર્ષિક પરીક્ષા ક્યારે લેવાશે અને વેકેશન પડશે કે નહીં તેને લઈને ભારે અસમંજસ ઉભી થઇ છે. સરકારે આ બાબતે હજી સુધી કોઈ આયોજન જ નથી કર્યું. આ બાબતે કોઈ સ્પષ્ટતા ના કરાતા વાલીઓ ઓર મુંઝવણમાં મુકાયા છે.આ ઉપરાંત વેકેશન પડશે તો ક્યારે પડશે અને કેટલા દિવસનું હશે તેને લઈને સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી જેને લઈને વિદ્યર્થીઓ, વાલીઓ અને સંચાલકોની મુશ્કેલી વધી છે. વાલીઓની માગ છે કે સરકારે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની જાહેરાત કરી પરંતુ ધોરણના વિદ્યાર્થીઓનું સત્ર ક્યારે પૂર્ણ થશે, પરીક્ષા યોજાશે અને વેકેશન ક્યારે પડશે તેની સ્પષ્ટતા તાત્કાલિક કરવી જોઈએ.

સરકારે આ બાબતે કોઈ સ્પષ્ટતા ના કરતા વાલીઓ વેકેશનનું પ્લાનિંગ નથી કરી શકતા આમ ગુજરાત બોર્ડની શાળાઓમાં શૈક્ષણિક સત્રને લઈને હજી સુધી કોઈ આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું નથી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">