Gujarat Top News : રાજ્યમાં વર્લ્ડ હેરિટેઝ સાઈટ,વરસાદ અંગેના મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

રાજ્યમાં ક્યા થઈ મેઘ મહેર,કઈ ધરોહરને મળ્યું વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં સ્થાન,સોરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત કૌભાડ મામલે કોણે કર્યો વિરોધ,તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News : રાજ્યમાં વર્લ્ડ હેરિટેઝ સાઈટ,વરસાદ અંગેના મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
Gujarat Brief News

1.હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી મહારાજનું નિધન,31 જુલાઈ સુધી અંતિમ દર્શન

હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી મહારાજનું નિધન થયું છે. 88 વર્ષીય હરિપ્રસાદ સ્વામી ભાઈલાલ અમીન હોસ્પિટલ માં છેલ્લા કેટલાક દિવસથી સારવાર હેઠળ હતા.હરિપ્રસાદ સ્વામીની પાર્થિવ દેહને પાંચ દિવસ સુધી સોખડા ધામમાં રાખવામાં આવશે.જેથી હરિભક્તો સ્વામી મહારાજના અંતિમ દર્શન કરી શકશે.

આ સમાચાર વિગતવાર વાંચો: VADODARA : હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી મહારાજનું નિધન, 31 જુલાઈ સુધી અંતિમ દર્શન, 1 ઓગસ્ટે થશે અંતિમ સંસ્કાર

2.યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેઝ સાઈટ જાહેર કરાયું

હડપ્પા સિટી તરીકે ઓળખાતા ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં રાણકીવાવ,ચાંપાનેર અને અમદાવાદને વિશ્વ ધરોહરમાં સ્થાન મળ્યુ છે.ત્યારે હવે ધોળાવીરાને પણ વિશ્વ ધરોહરમાં સ્થાન મળતા કચ્છ પ્રવાસન ક્ષેત્રને જરૂરથી વેગ મળશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Kutch: યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેઝ સાઈટ જાહેર કરાયું, કેન્દ્રીય પર્યટન પ્રધાને આપી શુભેચ્છા

3.મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત, પ્રથમ હપ્તો વાલીઓના ખાતામાં જમા થશે

કોરોના કાળમાં વાલી ગુમાવનાર બાળકોને 2 ઓગસ્ટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય નો પ્રથમ હપ્તો આપવામાં આવશે.રાજ્ય સરકારે રાજ્યના જિલ્લા કલેક્ટર પાસેથી આવા બાળકોની વિગતો મગાવવામાં આવી હતી. ત્યારે આ દિવસે બાળકોના વાલીના ખાતામાં સરકાર સહાયનો પ્રથમ હપ્તો જમા કરાવશે.

આ પણ સમાચાર વિગતવાર વાંચો: GANDHINAGAR : મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રથમ હપ્તો 2 ઓગસ્ટે વાલીઓના ખાતામાં જમા થશે

4.અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો માટે સારા સમાચાર, ફતેવાડી અને ખારીકટ કેનાલમાં છોડાશે પાણી

અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત સરકારે ફતેવાડી અને ખારીકટ કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે. પાણીના અભાવે ડાંગરની ખેતી પ્રભાવિત થઈ રહી હતી. આ કેનાલોમાં પાણી છોડવા અંગે ખેડૂતોએ ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ રજુઆત કરી હતી.

આ સમાચાર વિગતવાર વાંચો: અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો માટે સારા સમાચાર, ફતેવાડી અને ખારીકટ કેનાલમાં છોડાશે પાણી

5.સુરત રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ,વેક્સિન માટે લોકોને હાલાકી

સુરત શહેરના અલગ અલગ ઝોન ખાતે રસીકરણ કેન્દ્રો પર કોરોના રસી માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. કોઈ વહેલી સવારથી કોરોના વેક્સિન લેવા માટે લાઈનમાં ઉભા રહેવા માટે મજબુર બન્યા છે. ઉલ્લેખનીય છે કે,રસીકરણ કેન્દ્રો પર આયોજનના અભાવે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: SURAT : કોઈ વહેલી સવારથી, તો કોઈ અડધી રાતથી લાઈનમાં ઉભું છે, રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ

6. ડોસવાડા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા, આસપાસના વિસ્તારોમાં એલર્ટ

સોનગઢના ડોસવાડા ખાતે આવેલો ગાયકવાડી સમયનો ડોસવાડા ડેમ એલર્ટ લેવલ પર પહોંચ્યો છે. ડોસવાડા ડેમ તેની પૂર્ણ જળસપાટીથી માત્ર 0.76 મીટર ભરાવવાની બાકી છે. ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમા એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સમાચાર વિગતવાર વાંચો: TAPI : ડોસવાડા ડેમ એલર્ટ લેવલ પર, ડેમ ગમે ત્યારે ઓવરફલો થશે

7.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડ મામલે NSUIનું હલ્લાબોલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડ મામલે NSUIએ હલ્લાબોલ કર્યું છે. જતીન સોનીને શારિરીક શિક્ષણનો ચાર્જ પણ છોડાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે. NSUIએ આ કૌભાંડમાં કુલપતિ અને ઉપકુલપતિ પણ સંડોવાયેલા હોવાથી જતીન સોનીને છાવરતા હોવાનો આક્ષેપ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

આ સમાચાર વિગતવાર વાંચો: જતીન સોની સામે ફોજદારી કાર્યવાહી કરો’, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડ મામલે NSUIનું હલ્લાબોલ

8.ઉપલેટાના મોજ ડેમમાં નવા નીરની આવક, ધરતીપુત્રોમાં ખુશીની લહેર

રાજકોટ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદથી અનેક ડેમમાં પાણીની આવક થઇ છે. જેથી ધરતીપુત્રોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ઉપલેટા તાલુકાના ગઢાડા ગામ નજીક મોજ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભાયાવદર પંથકના ઉપરવાસમાં સારા વરસાદના પગલે મોજ ડેમમાં 11 ફૂટ સપાટીએ પાણી પહોંચ્યું છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : ઉપલેટાના મોજ ડેમમાં નવા નીરની આવક, ડેમની સપાટી 11 ફુટ પહોંચી

9.મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર,નદીઓમાં નવા નીરની આવક

ભાવનગરના મહુવા પંથક અને ગ્રામ્ય વિસ્તારના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મહુવા પંથકના મોટા ખૂટવડા, ગોરસ, બોરડી, કીકરીયા સહિત ગામડામાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. મોટા ખૂટવાડા ગામના રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા અહાતા, તો મહુવાની સ્થાનિક માલણ નદી બે કાંઠે વહેતી થઇ હતી.

આ સમાચાર વિગતવાર વાંચો: BHAVNAGAR : મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં આનંદ

10.ભાદર ડેમના પાણી સમુદ્રમાં જતા અટકાવવા ખેડૂતોની કવાયત, ડેમના બે દરવાજા બંધ કરવાની કામગીરી

ભાદરના પાણી સમુદ્રમાં જતા અટકાવવા ખેડૂતોએ ચિકાસા-ભાદર ડેમના બે દરવાજા બંધ કરવા કવાયત હાથ ધરી. ભાદર પુલના દરવાજા પાસે બાવળ અને જાળનો કચરો ફસાઈ ગયો છે. જેથી ભાદર-ચિકાસા ડેમના દરવાજા બંધ કરવા મુશ્કેલ થયા છે. જોકે કેટલાક ખેડૂતો જીવના જોખમે કચરો સાફ કરી દરવાજા બંધ કરવાની કામગીરી કરી રહ્યાં છે.

આ સમાચાર વિગતવાર વાંચો: PORBANDAR : ભાદર ડેમના પાણી સમુદ્રમાં જતા અટકાવવા ખેડૂતોની કવાયત, ડેમના બે દરવાજા બંધ કરવાની કામગીરી

Click on your DTH Provider to Add TV9 Gujarati